શુક્રવાર, 24 નવેમ્બર, 2017

જુવાન


શર્મિલા ફૂટ્યાં ગાલે શેરડા
કાં પાછળ પડ્યો જુવાન 
હ્રદયનો રંગ ગાલે ચડ્યો
ગુરછ્છાને નચાવે જુવાન 
બટકબોલીયો આંખે ચડ્યો
ઇરછાની સુંદરી થઈ જુવાન 
ડહાપણને ઉંમરનો ઢાળ નડ્યો
ઓઢેલી ચુંદડી ચામડી જેમ જુવાન 
મલક્યા કરે છે આયનો પડ્યો
નૈના કજરાલે બેકરાર જુવાન 
ધરપત ના ધરે આલિંગને અડ્યો
મૂંછમાં મલકાતો સુંવાળો જુવાન
---રેખા શુક્લ 

સોમવાર, 13 નવેમ્બર, 2017

છે ...!!!!


ખરે પાન એકલું,....ને ઉઝરડો લીલાશે 
હવાનું ઘેલું એકલું, છે તરછોડો ભીનાશે
---રેખા શુક્લ

શનિવાર, 11 નવેમ્બર, 2017

સેંથી ની વાટે


પડે છે સ્નો હવે ઝરણું નિંદરમાં રૂવે છે
ઉછીનું હાલરડું ગાઈ સૂકી ડાળુ જુવે છે

વાદળને હિંડોળે સ્નોફ્લેક્સ ઝબૂકે છે
સેંથી ની વાટે કંકુ સૂરજ ઢોળી ઉગે છે

દિશા દાદ ની બારીએ સપનું જાગે છે
વિરાટની અટારીએ શબ્દો ને મીચે છે

શૈશવના ગુલાબી ગાલ રમાડી ચૂમે છે
વસંતની પાંખે પંખીડુ વ્હાલ સીંચે છે

પગલી પગલી કવિતાના પુષ્પ ખરે છે
સાગરની છોળું દિવ્ય પગલાં ચૂમે છે
----રેખા શુક્લ

રવિવાર, 5 નવેમ્બર, 2017

ગાય કનૈયો


જવાબ દેજે ઇશ્વર 
સાપના લિસોટા ભૂંસી
વાપરને ઇશ જાદુઈ લાકડી
કે 'માનવબાળ' જન્મતા રહી
હ્સતો રમતો ગાય કનૈયો જડી 
-----રેખા શુક્લ

સખીરી !!



જાશું ઉડી રે સખીરી, 
દ્રષ્ટિકોણ છે પાંખ ને ગૂંથી
પાંખમાં ભેગી
ૠતુ ઋતુના વાયરે 
કરી પરિક્ર્મા સખીરી,
ઘાટીલા પારેવાં ભેગી
જાશું ઉડી રે સખીરી !!
----રેખા શુક્લ

બુધવાર, 1 નવેમ્બર, 2017

સ્કૂલ


વિદ્યા કસમ કબર્ડ પર ચિપકા ટાઈમ ટેબલ યાદ આયા લૌટ આયે મેરે સ્કૂલ કે દિન
દિવ્યા, જયોતિ, રૂપા જયતિ સુન્હેરી પેઇન્ટીંગ પનિહારી કી મહેકીં યાદો સ્કૂલ કે દિન 
----રેખા શુક્લ

મંગળવાર, 31 ઑક્ટોબર, 2017

બેઠું કબીરવડે


ભીડ ના એકાંતમાં ચાલતું સતત ફૂલનું ગાડુ, માંગે હવે ભાડુ
તારલાના પડાવમાં જઈ બેઠું કબીરવડે ગાડુ, માંગે હવે ભાડુ
નશો એકાંતનો તાજો ટૂંટીયું વાળી યાદે ગાડુ, માંગે હવે ભાડુ
ખળખળ વહેતી મોંઘેરી જીન્દગીનું આ ગાડુ, માંગે હવે ભાડુ
સોનેરી કિરણોમાં પ્રકાશી આપણું જૂનું  ગાડુ, માંગે હવે ભાડુ 
પ્રભુના ચરણે અર્પિત જિંદણીનું અનોખું ગાડુ, માંગે હવે ભાડુ
----રેખા શુક્લ

ગુરુવાર, 26 ઑક્ટોબર, 2017

મૈં હું સુબહા...સોલા શિંગારી


જલતે દિયે નૈના મેરે 
મૈં હું સુબહા...સોલા શિંગારી
ચૈન બિછૌના ચુપકે સે હું લાઈ રે..
આઈ મૈં લો આઈ મૈં સુબહા બનકે છાઈ રે..
નૈન બિછા કે સરકાર હૈ સોયે
આઈને મે હું આઈ રે...
નૈન મટક્કા રૂમઝૂમ પાજેબ
 સંગ સંગ બિંદિયા લાઈ રે..
આઈ મૈં લો આઈ મૈં સુબહા બનકે છાઈ રે..
---રેખા શુક્લ

શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017

શુભચોઘડિયાં સંગ આવી લો દિવાળી !!


ભાતભાતની રંગોળીને દીવડીઓ લઈ આવી ગઈ લો દિવાળી
સુંવાળી-મઠીયાં-ઘૂઘરા-ફટાકડા લઈ આવી ગઈ લો દિવાળી

રૂમઝૂમ કરતી સખીઓની જોડી લઈ આવી ગઈ લો દિવાળી
વાઘ બારશ- ધનતેરસ ને કાળી ચૌદશની સખી તો દિવાળી

મોંઘેરા ભૈલાને મળવા કાજ ભાઈબીજ છે લાવી લો દિવાળી
નૂતન વરસના નવલાં પર્વે આનંદ અનેરો લાવી લો દિવાળી

ભક્તિ-પૂજા-શક્તિ-અર્ચના, આશા-મહેરછા લાવી લો દિવાળી
ભાઈચારો ને મિત્રતાના કોમળભાવે પ્રાંગણે આવી લો દિવાળી

કરો ચોપડા પૂજન સૌભાગ્ય પંચમી લાવીને લો આવી દિવાળી
કારતક માસ પ્રારંભ વિક્રમ સંવત ૨૦૭૪ નૂતનવર્ષારંભી દિવાળી 
---રેખા શુક્લ


ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2017

હતો વાંધો ?


દિલ માં ઉઠે સવાલ કે દીકુ તો દાદા-દાદીને બહુ વ્હાલી
મમ્મીની ચૂમ્મીઓ તો ખૂટતી જ નહીં પણ પપ્પાને શું કઈ વાતે હતો વાંધો ?
પારકી થાપણ..ભણાવી ગણાવી ને મોક્લી આપવાની
સામે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જ સમર્પણ કરવાની વાતે હતો વાંધો ?
ને તું તો મારો ડાહ્યો દીકરો છે ને કહીને રડતી રાખી છાની
એવું તો બધે થતું આવ્યું છે ડરવાનું નહીં કહી ધકેલવાની વાતે હતો વાંધો ?
દાદી કેહતી સુખી રહેજો ને સુખી કરજો ને ચાલ્યા મનાવી
ઇશ્વર ધેર આવી ને ઘર ગોતતી દિકરીને બેઘર થતી જોવાનો હતો વાંધો ?
પતિ-પત્ની સમાન દરજ્જો મા તો બંનેની સરખી રા'ની
તોય સાસુનુ કરી પછી રઝળતી વાર્તા મા' ની ફરક તો હતો વાતે વાંધો ?
હસતા હસતા હરખાઈને કોણ ગયું ડૂબી કહીદો મમ્મી આવી
સમજોતો ને સમજણમાં જીવન થાય ધૂળધાણી તે દેખી હતો વાતે વાંધો ?
----રેખા શુક્લ ૦૯/૨૮/૧૭

બુધવાર, 30 ઑગસ્ટ, 2017

પટરાણી


આંખે થી ટપક્યાં ઝરમરીયાં આ મીઠા પાણી
નજરૂં શોધે દૈદેને તારી કોઈ એકાદ તો એંધાણી

ગગરીયાં છલકી જોબન મલકી બોલીયે રંગાણી
પગેરૂં શોધુ જો દૈદે તું કોઈ એકાદી રે એંધાણી

પલપલ ડગમગી નયનન બોલકી વાંચાળી 
જલજલ વિંધશે અર્જુન બાણે થાવું રે પટરાણી

વાંસળીનો ગુન્હો કરે ફરીયાદ કહે છું વિંધાણી
વાતુમાં કાઢો વાંક તો ક્યારેય ના છું સંધાણી

સરયુ- તાપી નદીઓ રડીરડી છાપે થઈ ગવાણી
રોપ્યું વ્હાલે, એકાદ ટપલીયું કૂંપન થઈ ખોવાણી
---રેખા શુક્લ  ૦૮/૨૯/૨૦૧૭

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

हो तेरा क्या केह्ना ?


Omg Nani ❤️❤️❤️ u Aria
हो तेरा क्या केह्ना ?
उसकी अदा माशाल्लाह
उन्की आंखे वल्लाह वल्लाह
करे शेतानी प्यार जताके
हैरान हूं मैं वाह रे वाह !!
---रेखा शुक्ला

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2017

તડકે તડપના


માપું શું, તિરાડ સંબંધોની 
થડકારો ધ્રુજે છે દિલ સુધી
----રેખા શુક્લ
તડકે તડપના છીએ બહુ શેકાણા
ઉજાગરી બર્ફ રાતુએ બહુ બફાણા
----રેખા શુક્લ

ભોળવાઇ ગઈ, છે ભોળી પારેવડી
વીંધાશે પાંખુ, જો શિકારીને જડી 
વાદળી છે તોફાની, સૂર્યને તો રંજાડી 
પિંખાઈ વરસી, જો રોતી તે જડી
----રેખા શુક્લ

रोया अंबर




बुंदन बुंदन चिपका पानी जैसे खिल गये मोती
चूपके चूपके रोया अंबर जैसे गिर गये मोती !!
---रेखा शुक्ला 

રવિવાર, 6 ઑગસ્ટ, 2017

ભૂમિતિ હીંચી


એક લપસણી માં બારાક્ષરી ને ગણાઈ ગઈ ભૂમિતિ હીંચી
ટાંકો લેતા શબ્દો માંય ચિરાઈ જીન્દગી ગઈ સમૂળી સીંચી 
આંખો વાંચે નજરાઈ ને .....કોરે પાને સાક્ષત લીધી વાંચી
ટપ ટપ ચાલ કવિતાની ગબડ્યા અક્ષર સીધી જાણી ખાંચી
સૂસવાટા ના સબડકા ને બટકું વાદળિયાળો તડકો ને મીંચી
વ્હીસલ વગાડે પોપટડો ને માતેલો ટહુક્યો મોરલીયો ઢીંચી 
----રેખા શુક્લ 

મંગળવાર, 1 ઑગસ્ટ, 2017

રેલમછેલ


કાંટાની વાડે ઉગી એક વેલ 
ફૂંટી પાંદડી લીલુ રેલમછેલ

વળગ્યું'તુ વ્હાલ સૂર્યનું ઘેલ
હસ્તુ રમતું ખુલ્યું પીળુ રે ફૂલ

દેખાડી દાંત તોડ્યું રોજ રે ફૂલ
ધર તરફ વળી ભીંતાળી રે વેલ

હસતી ઝાંખુ લજામણી એ વેલ
મારણ સ્મિતે માતેલી એક વેલ
 ----રેખા શુક્લ 

ગુરુવાર, 27 જુલાઈ, 2017

ઇ-બુક સર્પ-સીડી


ખોળામાં દરિયો ભરી, ને લાગણી ગટગટાવી
કવિતા જીવંત હસ્તી, સામે આંખુ પટપટાવી

ઉત્સાહિત છું રાહ જોંઉ, ક્યાંથી કોણે અટકાવી
શબ્દે શબ્દે વેલ થઈ, ઝાંકળ પાંપણે લટકાવી

ઇ-બુક સર્પ-સીડી ને બ્લોગ-જગતમાં ભરમાવી
મીરર રૂમ સ્ટોરીનો ભરો કવિતા એમાં ફરમાવી
---રેખા શુક્લ ૦૭/૨૭/૨૦૧૭

બુધવાર, 26 જુલાઈ, 2017

जंगे सैनिक !!


जंगे सैनिक !!
ईस बात का खतरा रहेता हैं 
खामोशी चित्कार क्युं सहेता हैं

गर सबकुछ गलत निकलता हैं 
कहो वो सच कहां निगलता हैं 

आंधियां आक्रमण सैनिक सेहता हैं 
वो  हर रोज जान पे खेलता है

खुल्ले दिल शहीद वतन पे होता हैं
मां का वो भी तो प्यार-दुलार होता हैं

वो कतरा कतरा रोज मरता हैं
हस हस कर फिर भी जीता हैं

झेल गोली,चैन गोद मे सोता हैं 
मिट्टी का मोल, युं लहु चुकाता हैं 
----रेखा शुक्ला 

ના'ની-ના'ના સંગ હુંકારો


ના'ની-ના'ના સંગ હુંકારો
બહુ કોમળ છે તું લાગે માવા નો પીંડો છે તું 
બહું ચંચળ છે તું દોડી ને ભેટવા મથે છે તું 
ડગુમગુ અચળ છે માંડમાંડ બે ડગ ભર તું 
ફડફડે હોઠ વાચાળ છે "હં" જ બસ કહે તું 
ખેલી લંઉ સંગ તારી, મારી ઢીંગલીની ગમતી બેબી-ડોલ છે
ખુલ્લા હાથે બથ ભરી ગળે લગાવી ચુમુ તુંજ life-whole છે
પુષ્પો ચલ પાથરું જો જો તું ડગ માંડે છે તું
નોટી તારા ચાળા છે તું ચાલાક નજરું છે તું 
ના'ની-ના'ના સંગ હુંકારો તું હૈયું હામ છે તું 
જારે નટખટ લોરી ગાંઉ મધુરુ સપનું છે તું 
---રેખા શુક્લ ૦૭/૨૬/૨૦૧૭

રવિવાર, 23 જુલાઈ, 2017

ઢોળાઈ હું


તસ્વીરમાં નથી તેથીજ ન દેખાય
             પણ 
સાચો સગો તુ મુજનો મારી ચોતરફ
 --રેખાશુક્લ
======================= 

તુજ ચાહતે ઢોળાઈ હું આયને
તુજ રાહતે વેરાઈ તું આવને 

પલાયન પલકારા જો થાશે
આંખમિચોલી થડકારા ખાશે

તુજમાં જ છું ખોવાઈ આવને
જાતને ઓળખું તું ત્યાં આયને
----રેખા શુક્લ(૦૭-૨૩-૧૭)
=========================

खुश्बु हैं कि ...........गुंजी है तरन्नुम !!
फूलोंकी हैं साझिश टीप टीप गिरी तरन्नुम
----रेखा शुक्ला
गुस्ताख दिल है
कान पकड कर चूप करवा दो
गुस्ताख दिल है
हाथ  पकड कर भूला तो दो
गुस्ताख दिल है
मानेगा नही.. बच्चा है लगे लगा तो दो

---रेखा शुक्ला

ગુરુવાર, 29 જૂન, 2017

પીંછુ ખર્યું


સ્મરણ નું પીંછુ ખર્યું....યાદ ના વટવૄક્ષેથી 
સન્નાટાનો શોર ગર્જે..ઝરમરી ધાર નૈનેથી
---રેખા શુક્લ
ભીની સોડમ અંદર ઠેઠ અંદર વીંધે છે
ફૂલ પૂછે સરનામુ નયન તુજ ને ચીંધે છે
---રેખા શુક્લ
ખીલી સંધ્યા ફરી ફરી નભ પ્રાંગણે ઝૂકી
ફેલાણી લાલાશ ચહેરાની દૂર આંગણે રૂકી
----રેખા શુક્લ
વાદળા ઓ તરસે, મેઘ ચીરી ને વરસે...!
એક નજર વર્ષો તરસે, યાદ વીંધી વરસે..!
---રેખા શુક્લ 

ગુરુવાર, 1 જૂન, 2017

હસતું કાવ્ય


સપનામાં હસતું કાવ્ય એટલે આર્યા
મારી કૂખમાં ઘુઘવાટા કરતું કાવ્ય...
એ જ હાસ્ય ને એજ નખરાં કરતું ...
ગળે વળગી ને રમતું વ્હાલું કાવ્ય ...
લાગણીઓથી ભરપૂર ચેહરે મલકતું કાવ્ય...
ભાખોડિયે ભરતા ભરતાં વળી ને વખાણ સાંભળતું કાવ્ય..!!
---રેખા શુક્લ
******************************************
આપણે એના પગલાં આ સમય માંડે ડગલાં
ચાલ હવે આરામ કરીએ ભૂંસે સમય પગલાં
----રેખા શુક્લ 

મંગળવાર, 9 મે, 2017

કાઠિયાવાડી



તળપદી જો ન સમજાય તો માફ કરજો જાયા, બાકી મીઠ્ઠ્ડી તો છે કાઠિયાવાડી ભાષા
માથે ગાગર ને ચકા-ચકી ની વાર્તા, ભાભા ઢોર ચારતાં છોકરાંઓની કાલી ઈ ભાષા

પાટી-પેન માં ધૂંટી-ઘૂંટી અક્ષરો ગોળ-ગોળ મોતી દાણા ઇ મારી વ્હાલી દિલની ભાષા
ભાણીબા ના માન ઘણાં ને ભાણા ભઈ મોંઘેરા, ફળિયું -મેડી-પાણીયારું બોલકી ભાષા

વંડી ટપી ને માર્યા ધૂબાકા ઘાબે થી ઝાઝેરા, અથાણા-અનાજ પકવો કેરી રમતી ભાષા
કિચુડ કિચુડ મોજડીયું ને લટકો ચટકો ગુર્જરી, સુંવાળુ વ્હાલ વેરતી મોજીલી ઇ ભાષા
---રેખા શુક્લ 

કક્કોને બારાખડી




લથડીયા ખાતો કક્કો, ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક, હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે, "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ, યાદ ની જ્યાં નદી વહી છે!!

ભૂલમાં મળી'તી "મા" ...ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી, ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ

"સહિયારું સર્જન"


પરિબળ વધ્યું ઉડ્યું મન કલમ કાગળે વળગણ
ચાલ સખી ને સખા આપણને ભાષાનું ગળપણ
---રેખા શુક્લ 
શ્રધ્ધાના ઓટલે "સહિયારું સર્જન" આવો ઓરા તો ભળીએ
પ્રણય રૂડો અવસર માતૄભૂમીએ ભાષાનો આવો ઝળઝળીએ
---રેખા શુક્લ
ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતે, સવાર છાંટુ કવિતા વાટે
ગુજરાતણ છું છાંટુ પ્રભાતે, રંગ રૂપાળા કવિતા વાટે
---રેખા શુક્લ 

ભાષા


પુનરાવર્તન ભાષા ઓટલે 
ઓઢી ભાષા ઓઢણી ઓટલે

એ જ ચબુતરો ને એજ પંખીડે
ફેસબુક ના વરંડે કવિ પંખીડે

વાત વાતમાં ભળે તળપદી 
શુધ્ધ ગુજ્જુ ઝંપલાવે વદી 

હું ને તું થી આપણે મલકંતા
એમ વેદના દિલમાં સંઘરતા
---રેખા શુક્લ

સોમવાર, 8 મે, 2017

"મા"


લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!!

 ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ

શનિવાર, 6 મે, 2017

દિકરી લક્ષ્મી નો અવતાર ..



દૂધે નવડાવો ગાલીચે સૂવડાવો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

નજર ઉતારો ને પારણાં બંધાવો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

હાલરડાં ગાઓ પાંચીકૂકે રમાડો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

રૂપેરી ચમચીથી ખીચડી જમાડો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

આતો લાગ્યું ઘેલુ મોરલે રમાડો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

પોપટ હાથીના અરે ઝુલે ઝૂલાવો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

નવા નવા વાઘા કેસર ઘી ના થાળ
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

સપના માંથી અરે કોઈક તો જગાડો
કારણ જુદુ દિકરી લક્ષ્મીનો અવતાર
----રેખા શુક્લ

ગુરુવાર, 20 એપ્રિલ, 2017

खेलती हैं जिंदगी आंख मिचोली


जलते दिये हमारे चिराग 
क्यां करुं "बा" तु युं छोड जायेगी 
बात करो युं रूठके तो न जायेगी
तेरे आने से सब ठीक हो जायेगा
कमरे की उदासी देती दिलासा वो आयेगी
कोशिश जारी रह ना जाये मेरे मौला
पा कर खो दिया फिर से मिल कर भूला दिया?
चाहत की शरण में तो आउंगी ही 
समजदार क्युं नही हो मेरे मौला ?
संभल जाओ और हौंसला ही बढा दो
ताकत बना दो, साथ रहे मेरे मौला
जुदा कर दे दर्द सारे, मेरे मौला
जी भर के चाहु तुजे मेरे मौला
खुश्बु से भरी मोम की परी हुं मेरे मौला
एक बार बुला के देख मा तेरी लाडली खो गई कहां
क्युं में मरुं रोज रोज स्कूल में मेरे मौला
तुं क्युं खो गई कब्रस्तान, वो बोला मेरे मौला
क्युं बार बार काट काट कर तुने मारा ?
वाह खुदा तुने भी लूंट लूंट कर मुजे मारा
क्युं आई नौबत बनके द्वार मेरे मौला
खो गई औकात बनके औरत मेरे मौला
तुझे अब क्या आशिर्वाद दू मेरा बच्चा 
तुं ही तो आशिर्वाद बन घर आई दादी अम्मा !!
----रेखा शुक्ला

ગુરુવાર, 13 એપ્રિલ, 2017

તમે


શબ્દોના બીજ વ્હાલથી વાવ્યા, શું કામ તમે
થોડા અર્થો ને તોય આંસુથી ખાળ્યા કેમ તમે

દ્ર્શ્યો છૂપાયા પ્રેમલાં-પ્રેમલી બસ વાળ્યા તમે
આખે આખા જીવતર દૈ ને રમતમાં બાળ્યા તમે

શૂન્યતાના આભાસે લો સદેહે ચાળ્યા જ ને તમે
વાહ વાહ તારી ભલમનસાઈએ ભાળ્યા ફૂલ તમે
---રેખા શુક્લ

અલગ અલગ છે !!


રણની રાહમાં સફર તૄષાની લાગે વાત જરાંકે ક્યાં અલગ છે
વસવસો અધૂરપનો છે જયાં ખીલ્યા નથી ગુલિસ્તાં અલગ છે

શરારત લોભાવે છે, મૄગજળી લગન એકદમ કંઈક અલગ છે
દિન ઢળે ચંદરવા તળે શહાદતી પ્રણય, અગન એજ અલગ છે

હ્રદય તૂટે તો ય રહી સલામત ધડકન ઉફ્ફ ઇબાદત અલગ છે
ચંદન ની ખુશ્બુ હથેળીમાં રહી ફૂલની જાત જ અહીં અલગ છે !!
---રેખા શુક્લ

મનભેદ છે લોહીમાં


ગળપણ ની છે ગાંઠો આ તો સગપણ ના છે સાંધા
બચપણ ની છે યાદો આ તો ઘડપણ ના છે વાંધા 

ચલ મુસાફિર એકમેક ના રસ્તા અલગ છે પાંખા
ધરમ આવે આડો કાં જાત સાથે ના હશે કૈં વાંધા

કોને ભજું ? નામ હજાર, અલગ પંથ ના કૈં સાંધા 
મનભેદ છે લોહીમાં હવે, વહે પાણી અલગ પાંખા
----રેખા શુક્લ

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2017

ફ્રીજ કાંઠે


દોડી દોટ સરોવરકાંઠે
તરફડે પાણી રેતકાંઠે
---રેખા શુક્લ
મા એ મૂક્યું પીક ફ્રીજે
બાળ કરે છે કીસ ફ્રીજે 
સ્પર્શ ઉમળકાનો ફ્રીજે
ખિલે બાળ હસીને ફ્રીજે 
---રેખા શુક્લ

ખામોશ છત બોલે, કૈંક ભીંતને



ભાર લાગે છે, ઇરછાનો ભીંતને
જળ વળગે જઈ, રોજ ભીંતને
પાડી તિરાડોને, પંપાળે ભીંતને 

થાક નો તણાવ લાગ્યો ભીંતને
હથોડી સમજણુ તોડે રે ભીંતને
ભડકે બળતી જો ભીતરી ભીંતને
---રેખા શુક્લ

ઘર ભર્યું પિંજર ની !!


ત્યાગના તોરણે અફવા ઉડી પિંજર ખુલ્યાની
સરનામું એજ માસુમ છે પિંજરે ફર્યા ની ..
....ના ઘર ભર્યું પિંજર ની 
ઉડ્યું ઘાયલ તરફડી વાત પછી મર્યાની
ઘટના ઘટી રે પંખી ના હર્યાભર્યા ઘરની..
...હા, ઘર ભર્યું પિંજર ની
ઉગે છે તરસનો સૂર્ય રોજ તે જ દિશા ની
વાત 'હુંપણે" નહીં ટોળે જઈ ભમવાની...
...મા ઘર ભર્યું પિંજાર ની
 ---રેખા શુક્લ