મંગળવાર, 9 જુલાઈ, 2013

શંખલામાં શબ્દો....એક ગઝલ

મોજાંમાં ઉછળતા શંખલામાં શબ્દો લઈ રોજ માછલી રમ્યા કરે
વ્હાલો દરિયો મોતી ઝરતો અક્ષરો ને ફીણમાં રોજ ધોયા કરે
રેતી પર જઈ હાંફતી સર્યા કરે કવિતા પગનું ઝાંઝર અડ્યા કરે
ઉગતોને આથમતો સુરજ રોજ કંકુવર્ણી ઓઢ્ણીએ ભળ્યા કરે
---રેખા શુક્લ

ડાબલીએ સંતાઇ ગઈ છે જઈ એક ગઝલ
બે ચોટલે ગુંથાઈ ગઈ છે જઈ એક ગઝલ
---રેખા શુક્લ

બંધ દરવાજે સડ્યા કરે થી માણસ મૌસમના ઇંતજારમાં
ચારેકોર ઉકરડામાં માણ્યા કરે મૌસમ મા'ણાના ઇંતજારમાં
---રેખા શુક્લ 

પેપરવેઈટનું સ્મરણ

સુડી લઈ ને અર્થો નીકળે શબ્દ ના પરચુરણ
બંધ ચોપડીમાં વાળેલું પાનું નિશાની અટકળ

કાચની ફુલદાની ને કાચના પેપરવેઈટનું સ્મરણ
ટપકી પડેલા ગલગોટા ને ચંપે કેવડાના કામણ

લથડતી ગઝલનો ભળ્યો લય હતો તો ય સરળ 
ચુંબન રૂપે ટપકતાં; બુંદ અત્તરના વ્હાલણ !!

શ્વાસ ને વિશ્રામ દેતા મોત ભળતું રહે સજળ 
નિરંતર હાંફતું જ  ભાળ્યું નહીં કોઈ હરણ !!
---રેખા શુક્લ

ભોલેપન

ઉસ્કે ભોલેપન ને મુજે મોહ લિયા થા
ઇન્સાન હોને કા એહસાસ હો ગયા થા
ભોર કી પ્રતિક્ષા કો કિનારા મિલા થા
ઇરાદા કી કશ્તિકો સહારા મિલા થા
----રેખા શુક્લ

બંધ દરવાજે સડ્યા કરે થી માણસ મૌસમના ઇંતજારમાં
ચારેકોર ઉકરડામાં માણ્યા કરે મૌસમ મા'ણાના ઇંતજારમાં
---રેખા શુક્લ

આહ મુસ્કાતી અંખિયો સે ટપકી
દિલ પે લગી તીર બનકે અટકી
--રેખા શુક્લ

હાથે કલમ હૈયે મલમ તારા નયન માંગુ છું હું
આપી શકે જો ઇશ મને તારા ચરણ માંગુ છું હું
----રેખા શુક્લ