શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013

કલ્ચર

કલ્ચરથી કલ્ચર ગોરંભાણું
નિર્લજ્જ શ્વાસે જઈ રૂંધાણું
તડતડ તતડે સુર્યે રંધાણું
સાગર જળે ભડકે ગંધાણું 
---રેખા શુક્લ

નજર

ઝુકેલી નજર પ્રશ્નાર્થ છે મળે તો શર્મ છે 
ગહન અને ગૂઢ જાણે ક્ષય થતો સુર્ય છે
શરૂઆત છે રજુઆત છે જાદુઇ ચિરાગ છે
તાંકતી રહે નજરૂં ઉઠે તો... બંધાણ છે !!
---રેખા શુક્લ

વાધ આપણે

વાધ આવ્યો ..વાધ આવ્યો...
હવે ક્યાં આવે છે 
વળી ભુખ્યો થયો હશે તો આવ્યો હશે વાધ અહીં...
બુમાબુમ ના કરશો કોઈ વાધ ડરી જશે અહીં ..!! ઃ-)
********************************
સાંજ પડે મળીએ આપણે-વણલોભી- વ્યવહાર આપણે
મોડા થાવ તો લડીએ આપણે-પાણી નો આકાર આપણે
પેટભરી ને પ્રેમ કરીએ ભાષા ને આપણે-આપણો આધાર આપણે 
---રેખા શુક્લ

કાંચના મહારાણી

કોઈ વાંક ન હોય એવું ક્યારેય નિદાન ન થયું હોય
મનના ઉંડાણે એક ડાધ પડે કોઢ જેવો હોય !!
********************************
આ વાસણો રોજ ખખડે પણ સંબંધ કાંચના હોય
તો કાંચ જો ખખડે તો ...તો તુટતા જ હોય !!
********************************
મહારાણી છે વિવાદ તો કરશે જ ને
તસલ્લી છે વિશાદ તો વધશે જ ને 
*********************************
ખુલ્લે આમ પિટાઈ જાય દેશમાં કાન વળી
સંસ્કૄતિની રક્ષામાં પિસાઈ જાય રાધા વળી
---રેખા શુક્લ

માટીની

તટસ્થ ભાવે ભજવાનું
નાટકનું મુખ્ય પાત્ર સજવાનું
જન્મ થી અંત સુધી છે ભજવાનું 
***********************
પેહલા વરસાદની મીઠી સોડમ માટીની
મને લાગ્યું કે તું આવી
હોવાના પુરાવે
આવી તો ખરી પણ 
આવીને ભળી ગઈ પુરી ...!!
---રેખા શુક્લ

તું આવે તે ગમે છે

ઝાંપટું થઈ ને તું આવે તે ગમે છે
વાંછટે ભિંજાઉ છે ખબરને ગમે છે

શિયાળે ઠંડીમાં કોટ થાય ગમે છે
તુજ ઉષ્મા સવાલ જ નથી ગમે છે

ઠંડી લહેરખી લટમાં ગૂંથી ગમે છે
હવા દઝાડે સ્પર્શ પેહલા ગમે છે 
---રેખા શુક્લ

બા ને ગયા ને

બા ને ગયા ને ૧૩ વર્ષ થઈ ગયા .....????
હજુંય શું સૌના દિલો-દિમાગમાંથી નીકળી શક્યા?
હાસ્ય કરતો ચેહરે વિસામો મટકે !!
હવે હસતો ચેહરો દિવાલે લટકે !!
હજુય સપનામાં બોખું મુખ દેખાય છે !!
સદેહે નથી પણ યાદ રૂપે સંગે દેખાય છે !!
---રેખા શુક્લ

ઢીંગલી

ટચુકડી બકુડી ટબુડી રમતી સંગ ઢીંગલી હું લઈ ને
દિવસભર ખભે ઉંઘે હિંચોળું 'હાં...હાં" કહી હું લઈને 
*******************************
ખરબચળો પ્રદેશ છે કે તું ખરબચળો પરદેશ છે?
ખળખળતો વહે છે કે શુષ્ક માત્ર શુષ્ક તું શેષ છે?
*******************************
થીજી ગયેલા આંસુ ધોધ બની વહી ગયા 
પપ્પા ખાસ યાદ આવ્યા એકલા રહી ગયા 
---રેખા શુક્લ

સપના

સપના ના મિનારા ઉંચા ભલે હો
સપના ને કોઈ દિ નથી હોતી પાળ હો
તોય મારું વ્હાલ ઉભરાય ત્યારે...
મુકે છે માંઝા સપના નથી ઝાંઝા હો
---રેખા શુક્લ

પ્રેમ એક બાળ છે

પ્રેમ એક બાળ છે પ્રેમ એક બાણ છે
પ્રેમ નું બંધન છે પ્રેમ પિતાની ભાળ છે
તોય પ્રેમ બસ ચૂપ છે હા જો ગુલામ છે
પ્રેમ ને પણ જાણ છે તેથી હસવાનું ભુલ્યો છે
સ્વાભાવિક છે પ્રેમ રડતો પણ નથી કેમ કે
પ્રેમનું ચલણ છે , પ્રેમ એક કારણ છે
યાદ પ્રેમ નું મારણ છે...હા પ્રેમ એક બાળ છે
---રેખા શુક્લ

એક રવિ

તડપ છે એક બાળ રવિ
કૂંપણ છે એક ભાળ રવિ
ધડકન છે એક જાણ રવિ
જીવન છે એક જણ રવિ
પ્રખર ઉગે છે રોજ રવિ
સગપણ છેને એક રવિ
---રેખા શુક્લ