સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

મસ્તાનીના હૈયેરોપી બારાખડી ફળિયે ને મોરલો આવ્યો આંગણિયે
ચામડી ના પડ તળે ધરબાઈ ને બેસે ધબકતા હૈયે

મૂવો નામ પોકારે બ્રેક વગર ચારે માસ ધકધક હૈયે
કળ ના ઉતરે ને વેદના તો પારોવાર સતત મુજ હૈયે

આંખોના વરંડે પલળી ને ટહુકે સતત મસ્તાનીના હૈયે
પાંખો પ્રસારી ને પોઢ્યો મુજ પ્રાંગણિયે પગલીના હૈયે
----રેખા શુક્લ