શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2016

માનસી

માનસી મુજ ને કહે લોકો ને થાય કે ઉડતી ફિરુ મળે મોકો
એક અધુરી વાતને વધારે લોકો જરાંક જો મળી જાય મોકો

સિધ્ધ તો કરવા ને સપના ફૂલો ને પણ કચડે વિના મોકો
અડગ રહી ઉભા રહે થોર લોકો જાણી જોઈને ખોળે મોકો

રૂદન કે હાસ્ય તેથી છૂપાવે લોકો ભૂંસાવી નાંખે મળે મોકો
મા વગર ન મળી શિખામણ કે ના ભાળ્યું માન ને મોકો

ધબકતું કેમ રહ્યું છે હૈયું થઈ જાય બંધ રાહ જુવે છે મોકો 
તો પણ ક્યાંથી ખોવાશે મુજની અંકિત છાપ ના ખોળો મોકો
----રેખા શુક્લ