શુક્રવાર, 10 મે, 2013

ઠોળીયા લટક્ણીયાં..................


કમાડ સાંકળે શ્વાસ અટક્યા; આવી લઈ જા ક્યારેક તું
સ્ટોપર લાગી બારી પર નજરે; આવી મળી જાને તું
ઠોળીયા આકાર લટક્ણીયાં; જુલ્ફે ભરાઈ ખોવાય તું
નાઝ ઉઠાવે વારી વારી; વેણી ઘુંઘરૂં આંખો માં તું
---રેખા શુક્લ

******* એકદમ*************


તું હર્યો ભર્યો ને તું શ્વાસે શ્વાસે
તું શબ્દ બની છે રંગાયો પાસે
તું અડીને વળગ્યો છે કે ભાસે
તું જડ્યો તોયે કેમ જલતો પાસે  
તું રૂહ ના અર્થ નાસમજ ક્યાસે
તું કહે વાત આવી એકદમ પાસે
--રેખા શુક્લ
*********************
શબ ભળતા ધરતી મા ને ઘરતી મા જડતા સીતાજી
રબ મળતા ખાખ મા ને વન માં ભમતા રામજી---રેખા શુક્લ
***************************************
પર્ણો શ્વાસે સીંચું શબ્દ, 
પાંગર્યો કાવ્ય છોડ...
૩૩૩ (poems)
ને લાવ્યો ગદ્ય મોડ..
..રેખા શુક્લ
*******************************
સમયની સલામે સ્વપ્નનું સરનામું શોધું છું

ટુંટિયા ની આદતે સાંજ તારી અંદર શોધું છું
પંપાળે પંખીને મધરાત નો મુકામ.. શોધું છું
અનાડી ઇરછાને ઉગમણી પ્રભાત... શોધું છું
બાવલા શબ્દે સ્થિર જળે કાંકરીયુ...  શોધું છું
બચી ભરે કવિતાને તરસી થૈ પરબ..શોધું છું
...રેખા શુક્લ