શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

ભિંજવશું તડકા?


મેં સુકવા મુક્યા કાચીકેરી ના કટકા ને પધારી વર્ષાની છાંટ,
    હવે કેમ કરી દેવા તડકા?
કાળીકશ વાદળીને કરગરી હું થાકી,
      વળી ઓલ્યા મોરલા ને કેમ ટોકાય?
અગાશીએ ચડીને હું તો છંટાઈ છાકથી ,
    હવે કેમ કરી દેવા તડકા?
કોરી અગાશીએ તરફડતા ફોરાંએ ફોરમ મિઠી ચીતરી,
પાછળથી આવીને પોપચાં દબાવતા
    સહિયર બોલી'તી હાલ ને ભિંજાશું..
ગોરી હથેળીની મેંદીની ભાતુ ને ભિંજવશું કાગળની બોટુ..
    હવે  ના દેવા તડકા?
રેઢાં મુકને તારા કેરીના કટકા સુકવિશું જાને કાલે,
મજાથી ખાશું કાતરા,ગોરા-સામલી ને ખાશું ખટુમડાં પેઠા.
      હવે મુકને દેવા તડકા?
-રેખા શુક્લ(શિકાગો)

ઉધાર.. છે?

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
        એને ખબર નથી કૈં નદીનું ઉધાર છે?

નદીઓ ભલેને માને કે પાણી જરાક છે,
       એને ખબર નથી કૈ મેઘનું ઉધાર છે?

પર્વત ભલે ને માને કે ભવ્ય શિખર છે,
      એને ખબર નથી કૈં ધરાનું ઉધાર છે?

સંતાન ભલે ને માને કે પોતે કંઈક છે,
     એને જીવન નથી કૈં મા-બાપનું ઉધાર છે?

મા-બાપ ભલે ને માને કે પોતે ફરજ બજાવે છે,
     એને ખબર નથી કૈં ઉપરવાળા પાસે ઉધાર છે?

-રેખા શુક્લ(શિકાગો)

જોઈ દિલ રડી પડ્યું....!

પથ્થર બન્યો પ્રતિમા જોઇ હૈયું હરખી ગયું,
      પ્રતિમાને પુજનાર પથ્થર રહ્યો જોઈ દિલ રડી પડ્યું...

ઉધારે રેહતી મદદને ના ગણો ઉપકાર
      સરવાળે બેસાડો સંબંધોની મીઠી પાળ..

સંતાનના જન્મદિને વ્હેંચાય મિઠાઈ હરખની,
      એનીજ લાશ લઈ જીવતા બાપ જોઇ દિલ રડી પડ્યું...

શ્વાસને વિશ્વાસ તુટે એક પણ વાર,
      થાય જીવનું મ્રુત્યું શ્વાસથી ને જીવનનું વિશ્વાસથી..

વડલાની પ્રદક્ષિણા કરતાં આત્મા હરખાઈ જાય,
     વ્રુક્ષોને કાપી રડતાં કરતા જોઈ દિલ રડી પડ્યું....

-રેખા શુક્લ(શિકાગો)

તું મઝાની વાર્તા..

પથ્થરના રસ્તાનો વહેતો વ્યવસ્થિત વણાંક
પાથરેલી છત્રીની બેઠકોનુ ભવ્ય રેસ્ટોરંટ
ખળખળ વ્હેતા પાણીના ધોધ ની સલામ
પર્ણ વિહિન રોશનીના ઉંચા ઉંચા વ્રુક્ષોને
પુલપર આજ નોધાર નિરવ શાંતિ..
બર્ફની ઓઢી ચાદર પાણીમાં બોટ થીજી..
અલકમલક્ની લાઈટુ ને રોશની ચારેકોર..
ચબુતરાની જગ્યાએ એબ્સ્ટ્રેકટ એક સ્ટેચ્યું..
થીજી ગયા પાણીના બુંદો ને બન્યા..
ટપકીને ડાળો પર મોતી-તોરણે..
થીજ્યાં રસ્તા બન્યા અરીસા...
દેખાય એકેય પ્રતિબિંબ અરીસે..
અકબંધ ગાલીચામાં તું ને હું વિંટળાઈને..
હાથમાં હોટ-કોકો ને તું મઝાની વાર્તા..
-રેખા શુક્લ(શિકાગો)