શનિવાર, 21 મે, 2016

ના રહું પાસે કે દૂર

નવલ કહે છું પરપોટો ગૂંગળાતો 
ને નમણી નેહા બોલી 
છું મૄગજળ હું લોભામણી  
તેથી ના રહું પાસે કે દૂર તુજ થી 
અહીંજ છું બાષ્પિભવન થવા સુધી..
ને પછીય વર્શું વાદળી થઈ
 ઝરમર ઝરમર ભીંજાતી 
ને તું નાંચે ટપ ટપ ફોરૂં 
આસપાસ નજરો લોભામણી !!
====રેખા શુક્લ

રવિવાર, 15 મે, 2016

બારીની બહાર..... !!

ખુશ્બુઓ રમણે ચડી
કળ ઉતરે સ્મરણે પડી

ઢગલાં માં ગૈ ખૂપાઈ
રેતમાં છૂપાયા પગલાં

કિનારે છૂપ્યાં શંખલા 
શ્ંખે છૂપાયો નાદ ને

સમુંદરે છૂપ્યો રે સૂરજ 
સૂરજે ગૈ છૂપાઈ રાત 
----રેખા શુક્લ

શનિવાર, 14 મે, 2016

પાદરે...............!!

હતા હેતના હૂંફાળા માળખાં પાદરે...............!!
પાછું વળીને જોયું શું પાદરે, પ્રેમ માં થયું જાગરણ પાદરે
પુષ્પો પ્રભાતી નગરવૄક્ષી પાદરે, ખટમીઠ્ઠા સ્મરણ પાદરે

બુલબુલ કરે ટહુકાઓ પાદરે, અભિવાદન કરે વડ પાદરે
વરસાદી સોડમ ની મહેંક પાદરે, સુગંધીત સરવર પાદરે
---રેખા શુક્લ ૦૫/૧૪/૨૦૧૬

રવિવાર, 1 મે, 2016

તારો

તું છોડી ને ગઈ ક્યાં ?.....રહી ગયો થઈ ને તારો
હશે કો' કલ્પના એ.... તૂટ્યો છે "હું" નો ભ્રમ તારો

અધરાતે હું જાવ છું વાટે તારી, અકબંધ વેદનામાં તારો
સાંજ થવા આવી જો, સંભવ છે તને મળવું છે છું તારો 

તું મુજનું ના ઝાકળબિંદુ, સાથ નિભાવીશ દિવાનો તારો
ચલ એકાંતે ઓ' જિંદગી, સરફરામોશ ના સનમ તારો 
---રેખા શુક્લ

तुम्हारा
तुम छोड के किधर गई?.............रेह गया होके तुम्हारा
सोचा के होगी कोई कल्पना वो तूटा है 'मैं' का भ्र्म तुम्हारा

आधीरात मैं जाता हुं वही राह पे, असह्य वेदना मे तुम्हारा
शाम होने वाली देख,  संभव है तुजे मिलना है हुं तुम्हारा 

तुम मेरे ना अश्रुबुंद ,  साथ निभाउंगा दिवाना हुं तुम्हारा
चल अकेली ओ' जिंदगी , सरफरामोश ना सनम तुम्हारा

----रेखा शुक्ला