સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

શબ્દ કાગળે રડ્યા


વાગે તાલ ને તાનમાં નાચ જિંદગી મહીં, 
હૂંફે બાળી ને સાનમાં રાચ જિંદગી મહીં
આખું આભ ઝળહળે તારલા આંજ્યા મહીં, 
નામનો ચંદ્ર ચાંદનીમાં દડદડતો મહીં
સ્પર્શની કિરણ કિનારી દિલની ભિંજવે મહીં, 
વળગી લેને હ્રદય ને સમજાવે મહીં
તરબોળ લીલીછ્મ્મ પર્ણ થઈ પાંદડી મહીં,
રેસાઓ ચુમે કિરણ સિસકરા ફુલ મહીં
સરી પડ્યું પાંદડુ ફુલ ખર્યાપછી અહીં મહીં, 
સ્યાહી શબ્દ કાગળે રડ્યા પછી મહીં
વિશાદની વિહવળતાના ડહાપણપછી અહીં,
ભૂમિ ઉગાડે પાયલ પાગલ ફૂલડાં મહીં
----રેખા શુક્લ

વળગી રહે લત


પછેડી ઓઢાડે જગત અમથું જીવી અમથું જીવાડે અમથું મરાવે અમથું અહીં..
ટીંગાઈ તસ્વીર પણ શરમાય છે, સંધાઈ જાય ટુકડા પણ ધ્યાન ભંગાય અહીં...
છૂટવા ઇરછે જિંદગી શ્વાસ બાંધી અહીં, પટકાય પડછાયો ને ઢસડાંઉ અહીં..
શબ્દોનો પડે વરસાદ ઉગે કવિતા અહીં, વળગી રહે લત બની કવિતા અહીં...

----રેખા શુક્લ