સોમવાર, 30 જાન્યુઆરી, 2012

સત્તર અક્ષરી હાઈકુંની મજા..... (1)


તમારા આંખોની                     
  હરક્તે,
મહેફિલ જમાવી

દુનિયા સારીમાં
 નજરાઈ,
મહેફિલે સમાઈ

અંગ અંગ
રોળાયાં ચારેકોર
દુનિયાદ્વારે


સ્મરણ જો મળે
 એમનું,શું
ગઝલ થશે કૈં?

રેહવું છે મારે
 કાયમ,
મહેશના દિલમાં

ઝંખના કેવળ
 અંતરની
સત્યને પામવાની

ધરણી મુલ્યવાન
  સ્પર્શિને
જાય પારસ 

સત્તર અક્ષરી હાઈકુંની મજા.... (2)

સુકા તૃણોની
ઓઢણી અંગે ઓઢી
 ધૃજતી ધરા

નવી ઓળખનો
  ખજાનો
સુકી જુદાઈની ડાળ

 બગીચે પવન
  ગાતો ગીતો
વ્રુક્ષ ડોલતાં સાથે

ફેશનટ્રેંડની પ્રથમ
  માંગણી
સ્લીમ બાંધણી

અંગ અંગ પલળ્યા
 કરે, ભીના
 સ્મૃતિ-કાંઠે

આસોપાલવ થી
નહીં,આંસુથી ટાંક્યા
    તોરણો

  ઝીલું હું લળી
પ્રિય જનની પગલી
  પાલવડે