શનિવાર, 14 જુલાઈ, 2012

જે વિસરે તે ના ગુજરાતી....


રંગલાનુ રંગદર્શન કે કઠપુતળી નો ડાન્સ
સંસ્ક્રુતિનો ભળે ખજાનો કે રામલીલા નો ચાન્સ
ઓપનએર થિયેટર કે ટાઉનહોલ ના નાટક
બ્રિજ નીચે સુકાતી સાબરમતી દુબળી
બટમોગરો, બીલીપત્ર કે કેવડો ને ચંપો
ગુલ્મહોરના વ્રુક્ષો કે કાચીકેરી ની ડાળો
ગિલ્લી-દંડો પાંચીકુકા અવળાસવળા સોગઠા
રંગીન લખોટી-ભમરડા સંતાકુકડી કે ખો-ખો
વિદ્યાર્થીની રોજ્નીશી ને ગુજરાતણની ગરબી
રૂપાળી રંગોળી ને સીદી સૈયદની જાળી
જીવનનું શિક્ષણ દેનારા શિક્ષકોની કતારો
લંગડાતા શહેરને દેજે ભાષા નો સહારો
જે વિસરે તે ના ગુજરાતી....
---રેખા શુક્લ

સ્વાર્થી સાગર મીઠા જળના મૂળ શેં કાજ કાપે?


નદી ની રીત 
ઘૂઘવતા સાગર
તરફ જાય
નદી અને સ્ત્રી,

વહે એક જ બાજુ

જ્યાં પોતીકાં ...
લાગણી સર્જે,

હર્ષ ભર્યું હૈયું ને ,

ખુશ માહોલ ..

નિશિતા

નદી અને સ્ત્રી

એક જ બાજુ વહે

જ્યાં લાગણી
વેહતી નદી,

અધીરી થઇ ભળે ,

સાગરમાહી
દરિયાદિલ ,

સાગર જો ઘેલો ! છે 

સંગે સરિતા.....
પ્રીત ની રીત
કારણ ના હોય છે 
બસ થાય છે
 નદીનું ઝૂરવુ
સાગરને મળવુ
આપણા જેવું
ઝૂરે નદી ને ,

વહે અમૂલ્ય નીર, 

સાગર કાજે ....
ગંગાનું નીર 
દરિયે તો સમાય 
ખારું ના થાય
હું મીઠી મધ
તું ખારો ખારો સખા
મોટૉ ખોટો છે 
સર્વસ્વ તે નદીનું સાગરને નામ તોયે

સાગરની પ્યાસ ધરાહાર ના બુજાય
પાંદડા પર બેઠેલા 
ઝાકળ ના બે ટીપાં
સરકતા રોકી એક બીજા
સાકર જેમ 

ભળતી હું તોયે તું

ઘૂઘવતો શેં ?
પ્રકૃતિ એવી 
મીઠપ ક્યાં સમજે ?
ભીતરે આગ
નદી હું એવી
સાગરે ના પહોંચી 
સુકાઈ ગઈ 
સુકાઈ ને તે વાટ જુવે વર્ષાની થશે કોઈક દિ મેહર 

મનમાં લઇ એક જ આશ અંતિમ દિ નો છે કેહર
ક્યારેક ભીનું તો ક્યારેક સુકું ભઠ હોય છે.

લાગણીની આવશ્યકતા દરેક હૈયે હોય છે
નાના-મોટા કે કાળા-ધોળાને ભેદ ના હોય છે

રાવ કરે રેતી જ્યારે પવન તરસતી હોય છે
પ્રેમની તરસને ક્યાં સમય કે પ્રદેશ હોય છે 
રાવ કરે રેતી જ્યારે પવન તરસતી હોય છે 
પ્રેમની તરસને ક્યાં સમય કે પ્રદેશ હોય છે 

સ્વાર્થી સાગર   મીઠા જળના મૂળ   શેં કાજ કાપે?

મંતવ્ય ...


વેદનાની પરાકાષ્ટાના દિવસોમાં 
        મરહમ ને સંતાડવુ છોડી દે ને...
શ્વાસનળી બંધ કરાવીએ 
        અન્ન નળીમાં ઠાંસવું છોડી દે ને....
આજ આંગળા ભીડાઈ જાય 
        ત્યાં દડદડ આંસુ છોડી દે ને....
ફરી એક વાર ડુમો ભરાય ત્યાં 
        ડુસકા ને પડતાં મેલ ને...
પ્રભુતા ના પગલે ચાલતા શીખી
        ચુપકિદી ચુંટી રખડાવને...
દુઃખવાનું દાઝવાનું ને બસ 
  જીવવાનું મરવાનું મંતવ્ય છોડી દે ને.....
-રેખા શુક્લ