બુધવાર, 30 ઑક્ટોબર, 2013

વરસી રંગોળી


એક ફુલ શ્વાસ દઈ પ્રસરાવે મહેંક શબ્દની
ઓટલે બેઠી દિવાળી વરસી રંગોળી શબ્દની
સુખ દુઃખના તારામંડળે વાનગી  જેમ શબ્દની
ફઈ ને પૂછે ક્યાં ગયા મામા મિઠાઈ છે શબ્દની
--રેખા શુક્લ

વણઝાર યાદ


દાંત પડતા વાગોળે બા વાતો વાનગી ની
ચશ્માં ચોકઠું પાંગતે ઓઢી ચાદર પુસ્તકની
અંજ્લી અશ્રુ ટપકાં રંગોળી મૂંગા આંગણની
ચાલતા ચાલતા દોડી પડે વણઝાર યાદ બા ની
સત્તાને ના મૌત આવે કે ના આવે ઘડપણ
આમજનતા છે મહેલ પત્તાનો વહેલું વળગે બચપણ 
--રેખા શુક્લ

ભુલચુક કરજો માફ


શરણું તુજનું પ્રભુજી ઝટ મુગ્ધ ચિરનિંદ્રા તું દેજે
સૌને સારા વર્ષોના અભિનંદન પટ દઈ પોઢવજે
દરેક વારના અભિનંદન ને તહેવારોની ખુશી
સહેતા રહ્યા વહી લોહીમાં ભળ્યાં આનંદને ખુશી
ભુલચુક કરજો માફ હવે છુટે છે દેહ સાથ
શબ્દોના ગુંજારવમાં સુવાસ મૂકે છે શબ સાથ
---રેખા શુક્લ

'હેમ્પસ્ટર"


મગજમાં દોડતું 'હેમ્પસ્ટર" એટલે શમણાં કહું કે શબ્દો
નોનસ્ટોપ દોડી ઉઠાડી દે મુજે ને તુજ ને કેવું ગજબનું 
નાનકું અવિરત દોડતું નાનું કદનું, નાના પગનું હાંફી
હાંફી એક જ જગ્યાએ નિઃસહાય દોડતું...પછી કોઈ
એને કવિ કહે-અદાકાર કહે-ફનકાર કહે-ચિત્રકાર કહે
કેલેન્ડર કહે-સમય કહે-જોબ કહે-યાદો કહે-વાયરસ કહે
ભૂખ કહે- નશો કહે કે પુસ્તકીયો કીડો કહે કે જીવન કહે
બસ કહે કઈ જ નહીં માત્ર તે વહે...આમાં ના આવે
જાત પાત-નર નાર-ધર્મી કુધર્મી-અરે પશુ પંખી પણ...
પળ પળ ઝુરે પળ પળ વહે શમણાં અહીં બમણાં ઉગે
----રેખા શુક્લ

રોજિંદા પગપાળાં નેણે નેહ ભલે છો ન્યારાં...


જીવ્યા મુંવાના ઝાંઝા ઝુહાર...વળગે FB એ વ્હાલ
સંગીત કરતું વ્હાલ રંગ ભર્યો કલમે પ્રભુનો ગુલાલ
*
તું આવી તું આવ્યો કવિતા ને શબ્દ કેરો છે નાતો
પીપળો FB અહીં ભૂતે કર્યા કરી આવીને ખૂબ વાતો
*
બંધ ડબ્બામાં સ્વાદ પડ્યો કે મમ્મીની મીઠી યાદો
ઝગમગ ઝગમગ દિપ જલ્યો કે દાઝે મીઠી યાદો
જીવન ઉંબરે સાંજ ઢળી છે તસ્વીર વગરની યાદો
આલબમ માં ચીસો પાડી મહેંકયા કરે સૌની યાદો 
---રેખા શુક્લ