ગુરુવાર, 21 ઑગસ્ટ, 2014

કંકાવટી ખોબે ...!!


તાજા કોરા આકાશનું પ્રતિબિંબ ઝીલે ખોબે
કરાગ્રે બિરાજે દેવી ને, ગોવિંદ શોભે ખોળે

સરસ્વતી ની સખીયો ગંગા-યમુના ને તોળે
અંગીકાર ભસ્મ ની આડ, કંકુ માં ટેરવું બોળે
----રેખા શુક્લ

લાલાશ પારિજાતે..........!!


ઝાંકળ ભીનું ભીનું કરતું મુંગુ મુંગુ વ્હાલ પારિજાતે
શરમના પડે શેરડા ડાળખી સોતી લાલાશ પારિજાતે

બહાર નું આભ અંદર સગપણ બુલબુલ પારિજાતે 
પુષ્પમાળા ના ઢગ ની ઓઢ ચાદર શિવલિંગ પારિજાતે

લહેરખી નો હાથ ઝાલી સુગંધ ચાલી સાસરે ફરી જાતે
મર્યાદા પુરૂષોત્તમ કંઠે લતા થઈ લક્ષ્મી સંગ પારિજાતે
-----રેખા શુક્લ

કક્કા પાછળ છે પડી બારખડી....



ઘૂંટવા નો પપ્પા નો "પ"ને તેથી પેહલો "મ" મમ્મીનો
રસવઈ દિર્ઘઈ ના દૂધિયા દાવ ને ગોળ ફરી ફૂદરડી
ખળ ખળ વેહતો "ળ" ને "લ" ને વળગે "વ"
"ચ" ચકલીનો ચીં ચીં કરતો, છત્રી એ સંતાકૂકડી
ખડખડાટ હસતા "ડ" ને "ટ" ક્યારેક રમે પકડાપકડી
રૂપાળા " ર" ને માથે ચુંબન કરે "ખ" ની બાજુ કાનો
લખતા આવડ્યુ "રેખા" ડબડબ સરે અડી અડી
આ કક્કા પાછળ પડી રે બારખડી ...કઈ સ્કૂલ માં કયા શિક્ષક ?
યાદ ગઈ કેમ ભૂલાઈ....?? કક્કા પાછળ પાછળ ચાલી
નાજુક બંધને રડી.... ખૂબ વ્હાલી બારખડી  !!
-----રેખા શુક્લ ૦૮/૨૨/૨૦૧૪

આ જા રે બાબુલ આકે તુ લે જા


ઉઠે આંધી ઔર સ્તબ્ધ પાંવ 
શૂલ શૂલ લગે શબ સહે ઘાંવ 
જલે ઘડિયાં.... લગે દાગ !
મૈં હી શબ્દ..મૈં હી દાગ ..આ જા રે બાબુલ આકે તુ લે જા
તરસી નિગાહે..લગે શ્વેત, કંચન કાયા મે માયા
જલ બિન તડપતી મૈ એક મછલી
તીખી તીખી બહેકતી ગુમસૂમ પગલી
શોલો સે લિપટી, દેખ ધૂપ છાંવ માયા..આ જા રે બાબુલ આકે તુ લે જા
---રેખા શુક્લ 

उठे आंधी और स्तब्ध पांव 
शूल शूल लगे शब सहे घांव
जले घडियां.....लगे दाग !
मैं ही शब्द..मैं ही दाग...आजा रे बाबुल आके तु ले जा
तरसी निगाहे..लगे श्वेत, कंचन काया मे माया
जलबिन तडपटी मैं एक मछली
तीखी तीखी बहेकती गुमसूम पगली
शोलो से लिपटी, देख धूप-छांव माया...आजा रे बाबुल आके तु ले जा
---रेखा शुक्ला

ચલો

લોટરી મે ઢુંઢતે હૈં ચલો બદલે કિસ્મત કે સિતારે
જરા ગુનગુના લો ફિર...... ચલો સાથ લે ચલો
અંજાને બન જાયે.... લો... ઉધમ મચા લે ચલો
છોટા સા તરાના રંગોકી સરગમ જરા મુસ્કુરાકે ચલો
----રેખા શુક્લ***



लोटरी मे ढुंढते हैं चलो बदले किस्मत के सितारे
जरा गुनगुना लो फिर.......चलो साथ ले चलो 
अंजाने बन जाये...लो......उधम मचा ले चलो 
छोटा सा तराना रंगो की सरगम जरा मुस्कुराके चलो
---रेखा शुक्ला****

રંગીલો


ટેરવે રડ્યો સ્પર્શ લોકિંગ આંગળે ભળ્યો અડી ધડકન
સ્કર્ટે ઉડ્યો રંગીલો સાજન ને પાંગરે નજરૂ એ ચાહત

કાનો સાંભળે શ્વાસોરછવાસ ને બંધ આંખે આપોઆપ
બંધાય ને પિંખાય માળા ના જાળા અજીબ માળખાં 
----રેખા શુક્લ