ગુરુવાર, 15 જાન્યુઆરી, 2015

પ્રેરણાની પરબે...જીવન મંગલ !!


ગુરૂવાર આજે આખર તારીખ હતી ૨૮//૧૩...કેમ છો આશાબેન ..? બસ માર ધબકતા હ્રદયને શ્રી હેમાંગીની બહેને વાચા આપીદોડો  દોડો..લખલૂંટ ખજાનો મેળવાને ...કેમ ..? શા માટે..? કોની રાહ જુઓ છોમારા સહ કાર્યકરોનો લાખ આભાર..મને જીવાડનારજીવતદાન આપનાર એજ છોકરી થી શું છુપાવુંતેની આંખોમાં પ્રશ્નાર્થ હતો ..? તેનો જવાબ કઈ ભાષામાં આપવો મારે..આખરે સત્યની કલમને વાચા મળી...શુક્ર્વાર પ્રાઈવેટ વિવેકાનંદ ઇમેજિંગમાં મેમોગ્રાફી કરાવીગ્રીનક્રોસમાં રાત્રે  ડો.ચૈતન્યભાઈની સલાહ મુજબ બ્લડ ને યુરિન રિપોર્ટ માટે આવી  ગયાશનિવારે સિવીલ હોસ્પીટલ માં  બધા રિપોર્ટ કરાવાની દોડધામમાં હાફ ડે...બાયોપ્સી સોય ની તપાસ..નાની બહેન નીલા સાથે લેબમાંસોમવારે રિપોર્ટ પોઝિટિવ ફરી સોનોગ્રાફીમેમોગ્રાફી,બધા ફરી રિપોર્ટતેના પૈસાની લાંબી લાઈનપછી ડોક્ટરની તપાસ અંગે-દવા કે ટ્રીટમેંટમાં બધેજ લાંબી લાંબી લાઈન...બધે  હાઉસફૂલ ના પાટિયા જાણે !
સખત ધીરજ રાખી મારા સુધી પહોંચતા મારા પતિદેવને ધન્યવાદ..!! મંગળવારે રોજ ની જેમ કરતા અગરબત્તી વડે પ્રભુ ની પ્રાર્થના શાળામાં મારા નાના બાળકો સાથે મારી મૂંગી સંવેદનાને શેર કરતી પ્રકૄતિ પાણી નો બાટલો લાવતી અને દિયા મારા મોઢા સામે જોતી-ટીચર તમને શું થાય છે નાના બાળકોની નિર્દોષ આંખો કદાચ મને જીવાડશે !આજે મને શાળામાં જ સારું લાગ્યું..!
ફરી એક રિપોર્ટ હાડકા નો...બોન સ્કેન ...આજનો સૂરજ ઉગ્યો ને મારી દીકરી મારે દ્વારેઓમ બચ્ચુ પણ સાથે ..એને ભેટી  ભેટી ને છૂટી પડી...દવાખાને પહોંચાડવાની ચિંતાએ મારા પૂ.શાંતિમામા ગાડી લઈને ઉભા હતાઅ મુજ દ્વારે..કેહવાય છે બે મામા એટલે મામા  કેહવત ને સાર્થક કરતા મારો ભાઈ તુષાર અને મામાની અમીદ્ર્ષ્ટકૄપા થી  હું દવાખાનામાં દાખલ થઈ .રોહિત સવારથી મારા માટે શુ કરવું વ્યથામાં સવારથી ભગવાન પાસે બેસી જાય ...ફરી બ્લડ લીધું..સ્ટાફ નર્સે મારી સાથે થોડી લાગણીઓ શેર કરીસાંજ પડી ગઈ ; સૂરજ ડૂબી ગયો ને રાત તો થવાની  હતી ને..પણ..પણ કાલનો સૂરજ ના ઉગે તો...બીક તો લાગે  ને..પૂમમ્મી પપ્પાની યાદ...મારો બહાદૂર દિકરો...ભાણીબા  આજ દોડાવ્યા છે..શ્રી રોહિત ની વઢ..દિકરા કલરવ ની મીઠી પણ કડવી વાણી..બધું  સાંભળે રે...હું આશા છું...ફરી આવીશ...જરૂર આવીશ.
આજે ઓપરેશન છે સવારે ૯ઃ૩૦ વાગેહે ગાયત્રી માં મારી રક્ષા કરજે , અંબા મા મારી વ્હારે થાજો...કેન્સરના રણમેદાને યોધ્ધા બની આજે લડવાનું છે...મારે પણ બેભાન અવસ્થામાં કેહજો પેલા ડૂબતા સૂરજ ને ઉગે કાલે મોડી સવારે...મારી ધમની ઓમાં વહેતા લોહી ને કહેજો જઈને કોઈ..મારો સાથ આપે...! મારી સાથે મારા પ્રાણસમા પતિદેવ શ્રી રોહિત મને વેગળી ના કરતા સતત એનો જીવ મારામાં  હતો...શું શું લખું ? શું ના લખું ?? આજ સોનલવર્ણૉ સૂરજ ઉગ્યો...વહેલી પ્રભાતે કે 
ઓપરેશન સારી રીતે સફળ થયું હતુંનળ ને દમયંતી ની દંતકથામા મોત સમા યમરાજ ના સકંજામાંથી દમયંતીએ નળરાજાને છોડાવ્યા હતાઆજે શ્રી રોહિતે ઇશ્વર સાક્ષીએ મને યમરાજ પાસેથી બક્ષિસમાં માંગેલરાત્રે દવાખાનામાં દીદી સમા મારા બંને જેઠજેઠાણી હાજર હતામા ગાયત્રી ની માળા જપ કરતા હતાડિસચાર્જ પછી નિજદ્વારે ઘરમાં પગ મૂક્યો ને ગણપતિદાદાસાંઈરામ ને સલામ આપી મનથી વંદન કર્યાહોસ્પિટલમાં મારા રૂમમાં રોજ મારી ખબર અંતર લેવા ડોક્ટર્સ આવે..ડ્રેસિંગ કરે,દવા નિયમિત લેવાયસૂચનો આપે ૨૧ દિવસ પછી કિમોથેરપી મારા શરીર અનુસાર ખુબજ સારી દવા મળી ને આજે ડોમુકુલ ત્રિવેદી-ડો.શશાંગ પંડ્યા-ડોપૂર્વી-ડોપૂજા (મામાની)
ના લીધે આજે હું કેન્સર નામના જીવલેણ રોગથી મુક્ત છું ડોતલાટી સાહેબ કેજે ખુબ  ધીમું અને ઓછું બોલે પણ દર્દી ને બરાબર સાંભળે અને મીઠો ઠપકો પણ આપતા.એમણે પ્રથમ ડોઝ કિમા નો લખી આપેલો..લોકો કહે છે ઝેરનું મારણ ઝેર...શિવા જાણે શું ? પણ સખત ડર હેઠળ  વિભાગે મને ખાટલા પર સૂવડાવામાં આવીત્યાંજ મારા બનેવી શ્રીહરનીશ ભટ્ટ
કે જેઓ ફિઝિયોથેરપીસ્ટ છે તેમનો ફોન આવ્યો....આશાબહેન ભગવાન નો પ્રસાદ માની કિમો લઈ લેજો...રાઈટ સમયે આવેલ ફોન પર રાઈટ વાત અનુસાર મને જાણે ખુદ શિવે  મદદકરી.બધુ સારુ થઈ જશે...જન્મ બાદ જીવનમરણ ના કાળ ચક્રમાં પિસાતો જીવમૂંઝવણ ઘણી  અનુભવી..પણ સૌ સારાવાના થશે..હું જીવીશ  તેવા દ્રઢ્ઢ મનોબળે આજ ઉભી છું...બસ મારા કાનમાં તેમની વાતો અને આંખો બંધ છતાય શંકર ભગવાનની છબી મારી સમક્ષ હતીરમતા રમતા... ટબ ભરી ને બાટલા...દર ૨૧ દિવસે  મુજબ પાંચ ડોઝ પૂરા કર્યા...આ ડોઝ લેવાના દરમ્યાન તેની અસર અવર્ણનિય છે પણ ગયા ભવે પાપ કરતા કાંઈક પાછુ વળીને જોયું હશે તે  મનખો દેહ ફરી સાંપડ્યો...સતત મારી દિનચર્યા બદલાઈ  ગઈ હતી.મને એમ થતું હું ક્યાં છું ? કોણ છુંમારી મંઝિલ શું છેમારા જન્મ બાદની સમજમાં નવા  અવતારે પૃથ્વી પર છુંકાંઇજ ગમતું નથીદૂર વસતી બહેન ફોન મા મળતી રહે..ઘર નેશાળા વચ્ચે મારી ફરજ ની કેડીએ ફર્યા કરું છું...માનવમહેરામણ વચ્ચે એકલા રેહવાનું પણ મારા મનનું ધાર્યું કંઈજ  કરાય....બસ મારી જન્મભૂમિ અમદાવાદ...ને અમદાવાદમાં આવેલી
સુપ્રસિધ્ધ વિસ્તાર ની જાણીતી માતૄશાળા દિવાન બલ્લુભાઈ ના પ્રાથમિક વિભાગે શિક્ષિકા ની ફરજ બજાવતી જેને હું મારી કર્મભૂમિ સમજું છું તેને મને લિફ્ટ આપી છે..નાના નાના ભુલકાં વચ્ચે ફરી હું છુઆજે  વર્ષ બાદ પણ મને સખત અશક્તિ લાગે છે મારા આંગળા બિડાઇ જાય છે અને હાંફ ચઢે છેપણ હું હિંમત રાખી શકું છું ફક્ત મારી શાળા પરિવાર ના સભ્યોના સાથ સહકારઘરના તમામ સભ્યો ની લાગણીઇશ્વરની કૄપાવડીલોના આશિષે ને ખાસ અમારા (મારા)આચાર્ય શ્રી અનિલભાઈ રાવલ સાહેબે મને ખૂબ  હિમંત આપી જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી છેસર્વેની ૠણી છું  જાણે ક્યારે ૠણ ચૂકવીશ...અસ્તિત્વની આભારી આશા ના વંદે માતરમ!