સોમવાર, 28 ઑક્ટોબર, 2013

નયનબાણ


આતમ પાડે પગલાં થઈને અક્ષર માળા
હંસલો પિંજરે પૂરાય કાયા તાંતણે નશ્વર જાળા
                    *
થનક થનક થૈ થૈ થૈ ખાલીપાના ઝળઝળિયાં
છાનામાના મંત્રો ગાતા લઈને પાંખ પતંગિયાં
                   *
નયનબાણ છે કનક વરણ છે નૂપુર ચરણ છે હઠીલી
મિલનમાં હસે કીકી ઉદાસ શરણમાં ક્ષિતિજ હઠીલી
                   *
              ટપકે ઉજાગરાં.....
ઘેન ની પ્યાલી પાય ઝીણકી ગોળી દવાની
ફૂલની ધેલી સુવાસ ફેલાણી કેડી દવાની !
                   *
ફરી ફરી ખોવાઈ જાંઉ તુજમાં હું જડી જાંઉ
           ---રેખા શુક્લ

મંદ મલકી જાય
પંખીના પાંખને ચડી ગયો તાવ
કોમળ આંખને દેખાઈ ગઈ વાવ

મોરપીંછ માં આવી ટપકી જાય
તું આવી પકડીપાડે અટકી જાય

કૄષ્ણ સતાવીને મંદ મલકી જાય
પ્રગટી બધી દિશા ને છટકી જાય
--રેખા શુક્લ

રંગઈ માતૃભાષા


ગવાણી છે વૈભવી માતૄભાષા ગુજરાતી !!
રમીલો જીવીલો રંગઈ માતૃભાષા ગુજરાતી
               *
આભના વાદળ ઝરે છે નાતો
આંબલીયે મ્હોર થઈને ફાંટ્યો
કોયલડી કૂક સાંભળીને વાતો
હિલ્લોળે ગાંડોતૂર રૂડો ન્હાતો
              *
નમન કરે હસ્તધૂનન ને સ્મિત થી સુસ્વાગતમ
ઠોકરે અકસ્માતથી સર્જાય છે ઇશ્વર થઈ સનમ 
------રેખા શુક્લ

પ્રેમલિપિ લાવશે


વરસાદ ભીંજવે આવી વસંત ફરીને આવશે
પુષ્પલટે ઝુકી વ્યાકરણ પ્રેમલિપિ લાવશે

ટહુકી ટહુકી પગરવ પાની કંકુવર્ણી થાશે 
સૂકાસૂકા ભીંજીને શમણાં પ્રણયગીત ગાશે

ફાળ ભરી ઓરડા છૂટી તરબોળ ભીંજી જાશે
થરથર ભીંજી ભાન સાન સોળ કળે નાચશે
----રેખા શુક્લ

ઘરમાં મંદિર


દૂરથી ડુંગરા સદાય હો રળિયામણાં 
લાગ્યું ડોલેરિયું વૄક્ષ માં છપાણાં !!
બોર્ડરલેસ વર્લ્ડ પ્રભુએ દીધું મેં મન પરોવ્યું
NRI કાપ્યું ઠરેલું છે લોહી લો એમાં શું જાળવ્યું
**********************************
"કળયુગ" એક અજગરીયો ભરડો તોય રક્ત નો રંગ ભલે ખરડો
આમાં દેશ પરદેશ ના અલગ કર્યા આંસુ સમાધાનનો રંગ ભલે મરડો
**********************************
ગણપતિ લપસતા લપસણીએ હા કલાહસ્તકે જોયું
હસ્યા ગણપતિ બાળપણ હસ્યું નમન મસ્તકે જોયું
**********************************
લો ખરચો વિના મૂલ્યે આભ પણ વેચાણું
શરીર સ્વાસથ્ય સ્થગિત અટકખટક ખોવાણું
આતમ શબ્દ ઢોંગીલો કાંટો ચોતરફ ભોકાણું
વિંધી પાંખો તોય કાપો પંછી પીંખી રોવાણું
ધાંય ધાંય છન્નીનાણું****************
ભાવુક ભલે રડે અહીં માન્યું ઇશ પથ્થરમાં રહે
ઠરી-મરી-ભરી હસે પૂંઠાં ના ઘરમાં મંદિર રહે
******************************
આહી વાહવાહ NRI ની ચાહ ચાહ-ના
કીડી 'કોશ'નો ડામ ખમે? 
ટેકનીકલ ટેક-સેવી કહે કરી દેખાડું ...!! 
---રેખા શુક્લ

NRI


એક વત્તા એક કર્યુ NRI નું લેબલ માર્યું
દૂધમાંથી સાકર ખરી NRI નું તારણ માર્યું
મરનારની ચિતા પરના ચઢે કેવું કારણ માર્યું
જીવતા NRI ના આંગણ ભલે ઠરે ગારણ માર્યું
છાશમાં જ માખણ તરે ફૂવડનું ભારણ માર્યું
ઘી જેમ પીગળ્યા તોયે વૈરાગી આંસુ માર્યું
ભયહીન ચારણ કન્યા દેશી ગણપણ ઠંડુ માર્યું
કેવું વળગણ સગપણ વગર NRI જાણ્યું માર્યું
---રેખા શુક્લ