રવિવાર, 2 જૂન, 2013

ગળે વળગી વ્હાલ બોલે.. પગલા ની ભાત અડીઅડી...!

ઝરમરિયો દંઉ સાદ
તું મારો વર-સાદ !
---રેખા શુક્લ

ભીંજુ ભીંજુ  છું હથેળીએ
ટેરવે દાઝું છું લાગણીએ
--રેખા શુક્લ

મુંગી આંખે શબ્દ બોલે
ગળે વળગી વ્હાલ બોલે
-રેખા શુક્લ

અક્ષર પાડે પગલા ની ભાત અડીઅડી...!
છો આવ્યા અબધડી ને ચાલ્યા ક્યાં અબઘડી
રોકાણ અહીં ઘડી-બેઘડી જાવું ક્યાં હરઘડી
--રેખા શુક્લ

વાવેતર ચુમ્યા કરે સ્મિત ના ફુલડા કેટલા.....
હોઠ સિવ્યા કરું તો મૌન પેદા કરે છે ભરમ કેટલા...
હજુ કહી દે જોઈએ છે રેખા જખમ કેટલા...
મુરત બોલી ઉઠે સ્મિત વ્યક્ત કરશે ગમ કેટલા...
--રેખા શુક્લ

જિમ ને માર્થા.....

જિમ ને જ્યારે મળું ત્યારે મારી નેક દુઃખી જાય સામે આવે ને મારે કેહવુ પડે તુ બેસી જા ને...બે ત્રણ વખત તો બેસી ગયો પછી કહેતેનું કારણ શું? અરે તુ લાંબો તાડ જેવો છે વાત કરું કે તારી સાંભળું તો મારી નેક દુઃખી જાય છે;તે ખુલ્લુ હસી પડ્યો...માર્થા તે પણ સોટા જેવી ને શાંત..બંને જણ ઓછાબોલા પણ મીઠું બોલતા...ઘણી વાર અમે પીક્નીક માં મળીએ ત્યારે સાવ સીધા સાદા કપડામાં...એક વાર વિન્ટર માં મળી ગઈ તો હું તો આભી થઈ ગઈ....માથું પકડી ને બેઠેલી તેની નાની દીકરી સાથે...મને કહે માઈગ્રેન થાય છે ને મજા નથી ને તેની બાળકી ને જોઈને લાગ્યું કેતે નોર્મલ નથી..તે દિકરાને જોઈ ને ખુશ થઈ તે પાણી લઈ ને આવ્યો. મોમ ડ્રીંક પ્લીઝ યુ વિલ બિ બેટર...થેન્ક્યુ બોલી ને પાણી પીવા લાગી ...તે દિવસે મે તેમને પુછ્યું ડુ યુ નો અબાઉટ માર્થા...હા યુ ડોન્ટ નો દિકરી ને છાતીમાં વાલ્વ માં કાણું છે ને તે થોડી સ્લો છે બિચારી માર્થા તેની સાથે રેહવા માટે સ્કુલ માં લંચલેડી નું કામ કરે છે સવારે ને બપોરે ક્રોસિંગ લેડી નું કામ કરે છેતેઓને પૈસા ની ત્રુટી નથી પણ તેણી ને તેની દીકરી પાસે રેહવું પડે છે ક્યારે લઈ જાવી પડે હોસ્પિટલ ખબર ના પડે...આશિષ કે અભિષાપ બાળકી નો ...? કાયમ પોતાના માઈગ્રેન પેઈન સાથે દિકરી ને ધ્યાન રાખતા માતા-પિતા જાણે જ્લ્દી ઘરડા થઈ રહ્યા છે કે શું ? હા પણ તેનો દિકરો...અરે તને ખબર નથી તે "ઈમ્સા" માં ભણે છે .વાઉ...ખુબ હોશિયાર છે...એક બાગ ના એક જ છોડ પર જુદા ઉગ્યાં ફુલ..! હોસ્પિટલ થી હોસ્પિટલ લઈ જાતા ખબર હતી કે આવા ડાઉનસીંડ્રમ વાળા બાળકો જુવાન થાય તે પહેલા પ્રભુને પ્યારા થઈ જાય છે..તો પણ રોજનિશી તે જ રહીજિંદગી ને સંજોગો સાથે ઝઝુમતી માર્થા ને હું ફરી મળી ત્યારે બોલી તેણી એ હાઈસ્કુલ પતાવી દીધી છે ને મોર્ટીશન નો કોર્સ કરે છે કે જેથી પોતાના પગ પર ઉભી રહી શકે...ને દીકરો તો રિસર્ચમાં ખુબ આગળ છે અને હા ગયા સમર માં ઇન્ડિયા જઈ ને તેના થાવા વાળા સસરા સાસુ ને મળી આવ્યો...હું તો સાંભળતી રહી તો તો હવે માઈગ્રેઈન પણ ....ના તેનો હુમલો આવ્યા કરે છે. આ સમર માં જિમ સાથે અલાસ્કાની ટુર માં જાવાના છીએ...સરસ..! કહી ને જતા જિમમાર્થા ને હું જોઈ રહી. હા; જિમ નો શોખ જુની જુની કલેક્ટીબલ ટ્રેઈન સેટ ...ને બીજો શોખ જમવાનો...! દરવર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ કાર્ડ ની અદલા બદલી થઈ...ઘરે થી હંમેશા ૧૦૦ ઉપર કાર્ડ હું મેઈલ કરું ને સામે તે જ પ્રમાણે બધા ના પણ આવે. જિમ નું કાર્ડ આવે ને ટુંકી નોટ્સ માં ડિટેઇલ્સ ફેમિલી ની પણ લખે..દિકરી ને બોયફ્રેંડ છે ને તે નોકરી પણ કરી રહી છે...માર્થા ઓકે છે...ટુર માં ખુબ મજા આવી ને તેનો સરસ ફોટો પણ મોક્લેલ..દીકરા એ લગ્ન કરી લીધા છે તેની ઇન્ડિયન વાઈફ સાથે મજા કરે છે. અને હા આ અમારું નવું ઘર...! વાહ, હાશ ભગવાન જે કરે છે તે સારું કરે છે...! તે વર્ષે ક્રિસમસ પાર્ટી પછી અચાનક જિમ નો ફોન આવેલો...સોરી ફોર ધ લોસ કહી ને માર્થા ને જિમ ને ફ્યુનરલ હોમ્સ માં જોયાં જિમ ના મોમ પાસ અવે ...! ૩ મહિના પછી દિકરી ના સમાચાર મળ્યા કે તે પ્રભુ ને પ્યારી થઈ ગઈ..ને હવે જિમ ને પણ હોસ્પિટલ માં લઈ ગયા છે...બ્લડ ક્લોટ ના લીધે...માર્થા ફોનમાં રડતી હતી ને હું ચુપચાપ ડુસકાં ભરતી હતી...જિમ ને મહિના પછી સારો જોયો ને બધાના મુખ પર આછુ હાસ્ય હતું. હજુ પણ ક્રિસમસ કાર્ડ ની અદ્લાબદલી ચાલુ જ છે..વર્ષો વીતી રહ્યાછે ! માર્થા નો  દુઃખાવો ઓછો છે જિમ ટ્રેઈન ઓક્શન માં જાય છે ને ધુમ પૈસા બનાવે છે. જિંદગી ના ઉતાર ચઢાવ દરેક ના જીવનમાં આવ્યા કરે છે...ગાર્ડનમાં એક ફુલ પાંગર્યુ છે તેને પાણી પિવડાવતી માર્થા ને જોતી રહી.
-રેખા શુક્લ