સોમવાર, 2 માર્ચ, 2015

મશગુલ છે

સંબંધ તારલા ટિમટિમાતા 
વળતા લળીને વ્હાલ કરતા
---રેખા શુક્લ
ઇરછાઓએ કરેલી જિંદગીની નિલામી જોઈ છે
સુખદુ;ખના ચક્કરમાં શ્વાસોની ગુલામી જોઈ છે
--- મિતુલ પટેલ 'અભણ' 
કુદરતે સૂરજ ને માત્ર આંખો આપી છે ને ચાંદ ને માત્ર હ્રદય !!
---હરીશ જગતિયા

મોઢાં મલકતા ને હૈયા હોય દાઝંતાં
પ્રભુ ની પાસે જઈ રૂએ આ ધરા !!
ઓલી વાદળી દે સખી થઈ સાથ રે
પ્રભુ ની પાસે જઈ રૂએ આ ઘરા !!
----રેખા શુક્લ
નૄત્ય કરાવે જીન્દગી એના તાન માં મશગુલ છે
ક્યારેક અક્ષરે ખીલે ક્યારેક ખુશ્બુ માં મશગુલ છે
----રેખા શુક્લ