સોમવાર, 9 જાન્યુઆરી, 2017

આવતી રે' ઘણી ખમ્મા


અલંકાર સજીને સપના આવ્યા કરે રે ખમ્મા
ચળકાટ સોનેરી ભીતરેથી ઉગ્યા કરે ખમ્મા

દ્વાર ને રાહ જોઈ લાગી ગયો થાક રે ખમ્મા
ફરિ ફરિ ને યાદ ગૂંગળે ફરિયાદ ને ખમ્મા

દટાઈ સગાઈ રૂપેરી અલમારીએ ને ખમ્મા
દીધું નામ કબર અટકતાં શ્વાસ ને ખમ્મા 

ટૂકડા કાળજે તાણે ઘુમ્મટ ગઝલને ખમ્મા
કિસ્સો બે દિવાનાનો પ્યાસ અસલી ખમ્મા
----રેખા શુક્લ

ખેંચાઈ ને માણસાઈ ફંટાઈ...!!

સડક મરજી વિના ફંટાઈ
સમજણ નજરુંંમાં જઈ ટકરાઈ

અંગૂઠો ખોતરે માટીમાં છૂપાઇ
મરજી ભરમીને ગઈ શરમાઇ

પથ્થર કરે પાગલ પૂજાઈ
ભાગ્યની ચાદરું ગઈ તણાઈ 

નીચી નજરું અંતર વંચાઈ
ઉજાળા સ્મિતે રેખાઓ ખેંચાઈ
----રેખા શુક્લ