ગુરુવાર, 31 માર્ચ, 2016

જવાની જવાની

તાજી રે ફૂંટે જ્યાં લ્યો ચંચળ જવાની 
ઉડે ભમરાં થઈ ફૂલે જુવાન જવાની

ફાટ ફાટ થાતી મદમસ્ત રે જવાની
ઇશારે ઇશારે હસ્તી હસાવે જવાની 

ઝાલી ના ઝલાય બસ ભાગે જવાની
દરેક ના ભાગની દરેક પામે જવાની

વ્હેંચાય ન વેચાય સાચવો જવાની
કૂદકે ને ભૂસકે સરી જવાની જવાની

વળી વળી લળી લળી સલામી જવાની
ફૂંટી કેમ પાંખો આવે આંખે રે જવાની 
----રેખા શુક્લ ૦૩/૩૧/૨૦૧૬

રવિવાર, 27 માર્ચ, 2016

મન-મંદિરે નજરાણું !!

કેહવાયું સ્નેહના દરિયા સૂકાઈ ગયા વર્ષો જ્યાં વિતી ગયા
સહેવાયું મેઘ નું ના, ભીંજાવુ બારી-બારણા જ્યા બંધ થયા

તસતસતા યુગલ-સ્તન, ઝૂલાવી પર્ણ ચૂનર સરાવી ગયા
બજાવી કહાને સરગમ મૂકી તરતી, જાણી ભાન ભૂલાવ્યા

છંછેડો ના વ્હાલથી પાલવ લીલો, ભીંજેલાને ભીંજી ગયા
નવીન નજરાણું કૄષ્ણ-દર્શન, મન-મંદિરે આવી વસી ગયા
---રેખા શુક્લ

બુધવાર, 23 માર્ચ, 2016

માણસ નામે દરિયો

ચહેરો બતાવવા રીઝવે તું પેહલા
પછી કેમ શરતુ ને મૂકે છે પેહલા
----રેખા શુક્લ



એકલતાના નામે, માણસ નામે દરિયો
વેદનાની ચીસે દરિયા માં આવે મોજા

મૌન ની ચીસો ઉછાળે આવી ને મોજા
રડતો છાનો ન રહે માણસ નામે દરિયો
----રેખા શુક્લ

મંગળવાર, 22 માર્ચ, 2016

રે સખી

અમે રણ ના પનિહારી બળતા પગે દઈએ ટાઢક રે સખી
સફેદ પૂણીના હેવી ઢગલાં પાણીએ બંધાયા સખા રે સખી

અમે તો વ્હાલ, સ્મિત, હેતની લાગણીએ સંધાયા રે સખી
એક ટૂંકા સમયની ઓળખમાં કેટલાય હરખાણા રે સખી 

જીવ્યા-મૂવા ના કોલ દીધા પરાણે વછૂટા પડ્યા રે સખી
શબ્દો કરે અરથને વ્હાલ, ઉછળી ઉમળકાની છોળો સખી

લજ્જા આવે આંખોને, ઢળી પાંપણ વળી વ્હાલી રે સખી
કાચ બિલોરી તરંગ ઉચરે, નજરૂય અધરે ટાંપી રે સખી

સરવા કાને ભાન ભૂલાયુ, ધક ધક ચાંપી હૈયે રે સખી
સખો મૂવો લાલ ચટક મધુરો સ્વાદ ભાળી ગયો રે સખી
----રેખા શુક્લ

રવિવાર, 20 માર્ચ, 2016

ગગનેથી

મઘમઘતું ફોર્યું ગગનેથી, થનગનતું ગુનગુનતું ગગનેથી 
સરસર સરક્યું મસ્તીથી, સૂવાળું ચેતન દડદડયું ગગનેથી
કેસરીયાળી લાજ કાઢી, વાદળીની પાલખી આવે ગગનેથી 
લપક ઝપક રૂમઝૂમતું, ગેબી નારે મદમાતું ટપકે ગગનેથી
તીન તાલી ના તાને, ઠુમક ઠુમક ઠેસ લઈ નાચ્યું ગગનેથી 
ગૂપચચુપ ગૂપચુપ ગપશપ થઈ, મેઘઘનુ રંગોમાં ગગનેથી
તારા મઢેલી રાતડીની ઓઢળી છોડી મદમસ્ત ચાલ્યું ગગનેથી 
આભને ઝરૂખે હીંચે રમતિયાળું, પાડે ગુલાબી પગલાં ગગનેથી
----રેખા શુક્લ

મંગળવાર, 15 માર્ચ, 2016

मेरी उन सांसो का हिसाब उधार रहेगा तुम पर !!

मेरी उन सांसो का हिसाब उधार रहेगा तुम पर !!
दरिया मे डूबा ना चाहा और तैरना नहीं सिखाया
दिल ने चाहा चीखना पर सांस रोकना नही आया
युं ही जजबातों मे धकेल दिया दूर शामिल न किया
जिक्र करू मैं सांस लेने का तो मौत को ही सौंप दिया
मैने माना की तुम्हारे सहारे हुं ना, स्पर्शभी नहीं किया
वाह मैने युं ही तुजे अपना माना रूह तक बसा लिया
हा तुजे तमन्ना आस्मां छूनेकी लो मेरा वजूद भूला दिया
लौटा दो वो मेरा मुस्कुराना और खुले हाथ तितली पकडना
ले चलो मेरी रूह को , मेरे वजूद को मिलाने चलोना
पांव मे क्या जोश था कि थकान का न कहीं नाम था
आज मूजे जिस्म पे जरूरत से ज्यादा प्यारा आया हैं
कि मैने परवा नहीं की उनका हिसाब बराबर करना हैं
भूल गई थी मेरे को क्युं खो गई थी तुज मे याद दिला दो
वो मेरी मासुमियत और मेरा भोलापन वापस बस ला दो
----रेखा शुक्ला

શુક્રવાર, 11 માર્ચ, 2016

हाय रब्बा ....हाय दैया

उनकी याद मे गुमसूम
वो युं ही मुस्कुरा देते हैं
जब याद मे वो आया करते हैं
लोग पूछे के वो कौन हैं ? 
वो शर्मा के मुस्कुरा देते हैं
नाम होंठो पे आ न जाये ये सोचके
दांत मे चुनर लिये घुंघटा कर लेते हैं
आंखे शराबी काफी नहीं के 
वो शरारत कर लेती हैं 
हाय रब्बा बोले होठ तो 
लट गालो को चूम लेती हैं
डाली डाली पे झूले पत्ते हंसके
झूकी डाल पे फूळ लबो को छेडे हैं
झूमता पान करता मनमानी 
आंचल उडा ले चले करे छेडछानी
भागी नंगे पांव दौड के   
वो पथरीले झरने से गुजरके 
भूल आई अपनी गगरियां 
पूछे, छेडे अब सारी सहेलियां
----रेखा शुक्ला :::::::::::::::

कभी न देखा ना मिले फिर भी .........सपनो के शहेनशाह को
याद से खो गई अपने आप को छू लिया तो क्या करेली पगले को 
---रेखा शुक्ला

બુધવાર, 2 માર્ચ, 2016

સ્વર્ગ નામે બોક્સમાં કે મંદિર નામે બોક્સ માં ઇશ્વર ?

જુઓ બોક્સ સાઈઝ્માં બોક્સ ના નામ અલગ છે
તમને ખપે ના ખપે તો પણ પૂરાવું પડે છે (૧)

સગપણ નામના બોક્સે ઓળખાણ ભરી મૂકી છે
ગોળ પીઝા ચોરસ બોક્સે ભૂખ ભરી પડી છે (૨)

ડોક્ટર આપે લખી મોત નામે દવા ભરી જડી છે
ઘુંઘટે શરમ છૂપી ને કફન બોક્સે દેહ પડી છે (૩)

ઝીણકા બોકસે વીંટી નહીં પ્રપોઝલ ભરી મૂકી છે
ગંગા-જમના નીકળે છે રડે પર્વત તો મળી છે(૪)

કૂદકાં મારી ભાગે માછલી સાગરે બોક્સે જડી છે
લીધા શ્વાસ કોખે ત્યારે જગત બોક્સ માં રડી છે(૫)

મારે ટપલી શીખે રડતા લીધા શ્વાસ હ્રદયે ભળી છે
ઘર નામે બોક્સ માં લાગણીઓ વસી ઉછરી છે(૬)

વૄધ્ધત્વ રૂંવે આશ્રમ બોક્સે સમજણ થોડી પડી છે
માળા નામે બોક્સ્માં વ્હાલ પંખીડે અડી છે (૭)

ઘર બદલ્યુ વિદાયવેળાએ સાસરિયે સગાઈ છે
મંડપ-સ્તંભ-ચોરી ફેરા, બંધન-વ્હાલે વળગી છે(૮)

સઘળું છોડી કબરે કે કળશે અસ્થીમાં ગૂમ બળી છે
સ્ટેશન સ્ટેશન જર્ની ફરતી કરાવે ટ્રેન વળી છે(૯)

જીવ પ્રકાશી ઝળહળે રે બ્રહ્માંડી બોક્સમાં ભળી છે
જ્યોતિ નામે આંખ કરે અવલોકી ને ઠરી છે(૧૦)
----રેખા શુક્લ