શનિવાર, 6 સપ્ટેમ્બર, 2014

ઉગ્યો ગૂંથેલ ચંદરવો
બુક્સ નો બગીચો 
ને પુસ્તક ની પરબ
સાહિત્યના પાંખાળા પુષ્પો
શ્વાસે શ્વાસે જીવ ગૂંથાય
આમ જ ચાદર છે વણવાની
બાઝી વરાળે લાલાશ ગાલે
ને ભીનાશ ગુલાબી અધરે
ભઠ્ઠામાં નાંખી ભડથું
બટકું થીનું ઘી અમથું
સજી ક્ષિતિજે સાંજ મ્હાલે
કંકુવર્ણી ચમકે ભાલે
ઉરમાં વેરું, બિંદી ને ટાંકશું
પોલા હાથે ઘાવ જોશું
ઉગ્યો ગૂંથેલ ચંદરવો
ને રાત માણે ચાંદો
લે ધર ખોબો,
વેરું તારલિયા 
તુજ પાવન પગલે પગલે
---રેખા શુક્લ ૦૯ -૦૬-૧૪