સોમવાર, 5 ડિસેમ્બર, 2016

વિન્ડી-સીટી શિવાલયા


ધજા જ બરફ ને મંદિર બર્ફીલું શિવાલયા
રોપાયો છે બરફ આંગણે પાથરી મોહમાયા

દિવસ ઉગ્યો છે રાતે, અજવાળું બર્ફ છવાયા
હાડે હાડમાં ખુશી-દર્દ, એવા છીએ ઘવાયા

ઉઝરડાં ચીરે પવન ને કૈં ઘાવે અમે સંધાયા 
થાય અભિષેક બર્ફનો, વિન્ડી-સીટીએ પૂરાયા
----રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬

સ્નોફ્લેક્સ


કોણે મનાવ્યો કોનો જાજરમાન શોક કે 
ધરણી રૂ નો ગાલીચો ને વૄક્ષે ઉગ્યો બરફ !

વાળો લાડુ બરફના ને સંગ રમી લે કે
પરણ્યો સખીરી મહાલંતો ને સેલ્ફી એક બરફ !

સ્નો એંજલ બનાવ તું પગલી પાડ કે 
નજારા કર્મભૂમિ જન્નતે, તોરણ થયો બરફ !

ડુંગર બમણી ઢગલી માં ભૂલી લપસણી કે
સફેદી સ્નોફ્લેક્સ થી સજી ધરતી ઓઢીને બરફ !
----રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬ 

ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી


ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી, બરફે કર્યું ડોકિયું 
શું સંતાડીને હરખ્યું, બતકું જઈ ખોવાયું

ખિસકોલીની ફાળ મોટી, બચ્ચું છે ખોવાયું 
ટાઢું ટબુકલુ આભેથી ફસક્યું, ચબુતરે લટકાયું

ટપ ટપ મોતી બાઝી જઈને બર્ફ થકી  ભીંજાયું
ફર ફર ફર ફર વાયો પવન, વૄક્ષ નગ્ન શર્માયું 
---રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬