મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2013

દુપટ્ટો

ચાલવા વરસાદમાં લઈ ભીનો દુપટ્ટો હાથમાં
શરમાઈ હસ્તી વાતમાં ને ભર્યો દુપટ્ટો સાથમાં
ઢળી ઢળી નજરું રાખમાં ઝુક્યો દુપટ્ટો વાતમાં
અમથો દોડે વર-સાદ થઈ મુક્યો દુપટ્ટો હાથમાં
---રેખા શુક્લ

ચશ્માં લયના...કાગળ નો કર્યો ફેન છે..!!

પાંદડે પાંદડે અહીં દીવા સુખી પ્રદેશે....
હથેળીમાં પોઢેલો ચંદ્ર લઈ મણ મણ નો બોજ છે
ઘરથી ઘર તરફ ઘર વિનાનું ઘર છે.....

ઝુંપડાનું ભર્યું ભર્યું વાસ્તુ કરવાં કાગળ નો કર્યો ફેન છે
સુરજ ઉગવાની વેળાએ મિલનનું ભોળપણ છે
ભાડાની ઓરડીએ વિજયી સ્મિત-વિંડો, ડુંસકા ની દિવાલો છે
---રેખા શુક્લ

હરખપદુડી લાગણીઓ અમુલ્ય છે !

ક્યાંથી લાગ્યો "જીવ" ને શબ્દ નો મોહ છે
ત્યજવાનું બધું હોય પછી કેમ વળગણ છે

ઝખ્મી શબ્દો ને શબ્દનો મલમ ગમ્યો છે
દવા લાગે શબ્દો ને દુઃખ શબ્દ વમળ છે

મિસરી જેવી સખી આવીને વ્હાલ કરે છે
શબ્દ પાંદડીએ આખી ને આખી ઠારે છે
----રેખા શુક્લ