સોમવાર, 29 જુલાઈ, 2013

મેં ઠહરી અરમાન હું

ઇન્તજાર હું એકરાર હું કતરા કતરા ખતરા તેરા મૈં તેરી પેહચાન હું
સંવર ગયે શ્રૂંગાર બનકે ધડકનકી તરહા તેરે ઘરમેં તેરી મેહમાન હું

બસંત બહાર કા પેહલા પત્તા ઔર ભોલી પતઝડકા આખરી પન્ના હું
નીલે આસમાન મેં ઠહરી અરમાન હું ખ્વાબકા નજારાં બાગવાન હું

પરવરીશ કર બંદે ગુફ્તગુસે ભરી ભરી તરન્નુમ તેરી કદરદાન હું 
શોણી જાની માની ગઝલ સે ઝુકી ઝુકી અનકહી તેરી દાસ્તાન હું

તુજ મે રહું શિવ કી હું બુંદબુંદ તપન સે લગન રૂંહમેં અંજાન હું
મેહબુબ કા પ્યાર, સિતારોંકે આંગનકી ચહીતી તુજમે જુડી જાન હું
-----રેખા શુક્લ 

મારા મજાના શિવજી

શ્વાસ નું વ્હાલ મારા મજાના શિવજી
આંખનું ધ્યાન મારા મજાના શિવજી

મોરપિંછી રંગે મારા મજાના શિવજી
સંગાથી ઉમંગ મારા મજાના શિવજી

મોહન થૈ ખોળે મારા મજાના શિવજી
ફુંકથી  ઉઠાડે મારા મજાના શિવજી

ચાંદની ઓઢાડે મારા મજાના શિવજી
રીઝવે છલકી મારા મજાના શિવજી
--રેખા શુક્લ

જોવા જાઓ તો ઝટ ઘુંઘટ આડો કરે નાજુક નમણી નાર નવેલી .....
પગલી પ્રેમી ભાળી નાસે નાની મજાની ખિસકોલાની ખિસકોલી.....
---રેખા શુક્લ

હેલી...!!

સ્મરણ ની હેલીઓ ઉમટી ગઈ
ચાલી જતી રાતે શર્માતી ગઈ

મજબુર ને ચકચુર સમાતી ગઈ
કોર પકડી બેશરમ રોકાતી ગઈ

મન ભ્રમર ચગડોળ કરતી ગઈ
પ્રાણવાયુમાં રમતી હસતી ગઈ
--રેખા શુક્લ

શમણું

મદિરા છે કે શમણું ભરી મેહફિલમાં આવી ગયું
નંદકિશોર ને બહુ ના પાડી દિલે જો વસી ગયું

રૂપેરી ઘુંઘટ કરી પ્રકાશી રવે પગલી જો ગયું
ફુલ ફુંટે તેમ ઉગી નીકળે કમબખ્ત હરી ગયું

પંખી થઈ બાંધે માળો પટપટ સાંસે ઘુસી ગયું
પકડી હાથ ને લઈ ગયું લુંટી ભરપુર તે ગયું
----રેખા શુક્લ 

એમાં શું?

આ જહોન ની વાઈફ તો એની પાસે જ રહે છે....એને દવા લેવી ગમતી નથી...મને જોઈને કહે છે ઓહ આજે તો કોઇએ નખ સરસ રંગ્યા છે....અચાનક એની નજર ચારેકોર ફરતા ફરતા ખબર નહીં ક્યાં થી મારા પર પડી...જેનીને ના ગમ્યુ હોય તેવુ લાગ્યુ પણ કંઈ બોલી નહીં ...જ્હોન ને આલસાઇમર છે યાદ નથી રેહતું...દવા મારા હાથે જ લે છે....મને પ્રીટી લેડી કહે છે...હુ તેને વાંચીને સંભળાવુ તેને ઘણું ગમે છે....જેની તેથી ખુશ રહે છે....એકદમ શફલીંગ થાતા પગલાં મને ઘરે આવી ને પણ સંભાળાય છે...મોમ કાયમ ગ્રાન્ડપા ની વાત કરી ને રોતી તે હવે સમજાય છે.આજે તેની કીડની નો વધુ પ્રોબલેમ હતો...તો પણ દવા લેવાની મનાકરતો હતો..મે કીધું મારે એક પણ ગ્રાન્ડપા નથી તું મારો ગ્રાન્ડપા થાને દવા લઈ લે....માની ગયેલ જોતા જેની વધુ ખુશ થઈ છે...ને કહે છે તુ અમારા માટે ગ્રાન્ડડોટર ના રૂપમાં એન્જલ થઈ ને આવી છે...નર્સ નું તો કામ જ એ છે...એમાં શું? ઘરે આવી ને કહે છે ૧ વર્ષની તું મને લઈ ગયેલી ઇન્ડીયા પણ મને યાદ નથી બાપુજી ....તુ ફોટામાં બતાવે છે તું જ્યારે જ્યારે રડે છે ત્યારે ત્યારેહું પણ રડું છું હગ કરી ને હોલ્ડ કરું છું ......તને ખબર છે મોમ આજે યુનિટમાંથી નીકળતા એક વુમન ટિયરીઆઈઝ માં સામે મળી ગઈ મને કહે તું ઇન્ડીયન છે...? મને કહે મારી મોમ મને બહુ યાદ આવે છે ને હુ અહીં ની સીટીઝન થઈ જાવાની રાહ જોંઉ છું.....મે કહ્યું સ્કાઇપ કરને તો કહે પણ આઈમીસ હર હગ....હું આ અજાણી છોકરી ને ભેટી પડી....અમે રડી ને છુટા પડ્યા....ઘરે આવી ને મોમ ને વળગી ને કીધું મોમ આઈ એમ સો લકી...!! જ્હોન ને ભગવાન જીવાડે તો સારું ગ્રાન્ડપાતો મળ્યા નથી...હું તેના ખભે રડી પડી....આ મારી દીકરી કામ કેટલી લાગણી થી કરે છે જોઈ ને તેને ફરી હગ કરીને ચુમી લીધી....મારી એંજલને...!!
----રેખા શુક્લ (સત્યઘટના)

ગોળ તર્જ

ટપકું ગોળ, ચાંદો ગોળ,  બિંદી ગોળ, સુરજ ગોળ, ગોળ ગોળ આંખુની કીકી ગોળ, 
પૄથ્વી ગોળ ને વર્તુળ ગોળ.....પંચમહાભુત માં મળે દેહ ક્ષણ માં તે સમય... ઘડિયાળે ફરે ગોળ ગોળ....!
-----રેખા શુક્લ

મારા જીવનની અર્જ કહું
તુજ જીવનની તર્જ રહું !
----રેખા શુક્લ

ઉદ્યાનભવન

શ્વાસ જ્યાં મારો રહે...વાસ ત્યાં તારો રહે
આકુળ વ્યાકુળ ઝાંકળમાં ઝબોળીને !!
એક પગલું કુમકુમ ભરાય, રૂપાળી ભાતે
પોયણી લળી લળી તાળી દે ખડખડાટ....
ખિલતો હાથ જ્યાં ઝલાય ત્યાં આંગળીઓ હસી જાય...
ગેલમાં આવે રૂંવાડા ઉઠાડે આ કેવી જલન ...
મન ની લગન..થઈ ને મગન ..ચરણ ચાલે
કિનારે કિનારે પાંદડીયોનો સળવળાટ....
ને પાંખો નો થરથરાટ....ઉદ્યાનભવનમાં
બંધ બારણે ભમરાં-તિતલીઓનો ગણગણાટ
જિંદગી આખી બાળ્યા પછી શું દાઝવાનું કે દાટવાનું 
....માનવી એ તો મુંગા ચાલ્યાં જવાનું !
----રેખા શુક્લ