શુક્રવાર, 17 જુલાઈ, 2015

કલમથી

ટપક્યા આંસુ પ્રભુ મુજ કલમથી
સ્વીકારો નિમંત્રણ મુજ હ્રદયથી
----રેખા શુક્લ
બિરાજો છો આપ મયુરાસને
યાતના ને દુઃખ બેસે
ચટાઈ ને રજાઈ દેવા આસને
--રેખા શુક્લ


લાલ લીલી ચુંદડી નુ અનેરું વલણ છે
ઉપર લેસ-પટ્ટા નું ભારે રે ચલણ છે !
આસમાની ઓઢણીનું મુજને વળગણ છે
બસ કર વાહ-વાહ ક્યાં કંઈ સગપણ છે
પી જવાનું જીવને કડવું જે હળાહળ છે
સ્મિત સહ માત્ર આંખ બોલે ગળપણ છે
----રેખા શુક્લ
કોરો કાગળ બની વેચાઈ કેમ જવાય ?
નિખરે શબ્દો સિતારી ને વિસ્તરી જવાય
----રેખા શુક્લ

માટીપગાપણું

લાવે મન શંકા 
કે ભૂલી ગયા છે
ત્યાં તો આવે એડકી 
કે યાદ આવી ગયા છે
 ----રેખા શુક્લ
નજરાય ના નજર તેથી જ નયન ને રાખું ઢાળી 
પરખાઈ જાય નાહક તેથી જ લંઉ નજર વાળી 
----રેખા શુક્લ
ડાયરી નું પાનું પ્રેમ ના ઉથલે
આપણી ધડકન ધકધક બોલે
છોડવાનું છે માટીપગાપણું બોલે
દિલ પર દસ્તક હોય પગલે પગલે 
-----રેખા શુક્લ
સ્મૄતિ છે વિસરી
અવતાર ના બંધને
બોળી છે કલમ 
જીગર ના ખૂને 
---રેખા શુક્લ
કુંભાર કેરા ચાક માં પિંડ માટી ના ધરી
પૂર્વજોના દેહ પર થાતી રહે કારીગરી
ને તુંજ ને પૂજવા પૄથ્વી નામે મહાનગરી
----રેખા શુક્લ


આંખો

પ્રથમ મુલાકાત માટે હસી આંખો 
બીજી મુલાકાત માટે રડી આંખો
ઘડે છે પથ્થર ને કલાકારી આંખો
માણસ ને ઘડે છે પથ્થરી આંખો 
રૂપ ને નિહાળવા રૂપાળી આંખો
ટપટપ ભીંજાય વેદનાથી આંખો
પ્રેમ કરે છે માત્ર પ્રેમાળ આંખો
પાંખો વગર સપના જુવે આંખો
કરગરે મૂંગી રે પ્રાણ થઈ આંખો
વાટલડી જોતા થાકી મૂઈ આંખો
પ્રણયમાં મજબૂર થશે જો આંખો
સોનેરી પ્રભાતે રૂવે ઉજાસી આંખો
----રેખા શુક્લ 


ઓ સાહ્યબા

ગભરૂ નારના ગુલાબી ગાલે મોહ્યું તારૂં મનડું ઓ સાહ્યબા
તાંબા ની હેલીએ ભીના ખંજને હસ્યું'તું મુખડું ઓ સાહ્યબા 
વીરડો ઉલેચું રેતી માં રમતા નાચતાં પગલા ઓ સાહ્યબા 
ઓઢણી ની કોર લટક મટક ઉડી વળગી તને ઓ સાહ્યબા
સ્મરણ માં પણ નશો ઘોળાયો ખુદ નો ભેળો ઓ સાહ્યબા
છલકી રે ગાગર રણકી રે પાયલ વારી જાવું ઓ સાહ્યબા
----રેખા શુક્લ