મંગળવાર, 24 માર્ચ, 2015

કરું છું યાદ


વળાંક પર સ્થગિત ક્ષણ ને કરું છું યાદ
સમયનો ભેજ નહીં, રૂવે આંખો કરીને યાદ

સંબંધના તણાવની તિરાડોમાં ભરું છું યાદ
પૂરી ને સ્મિત ની ભેટ, રૂવે દિલ કરીને યાદ

ઇર્ષા કરે છે બરફ અહીંની વસંત કરી યાદ
અરે એટલે જ તો તેની રાહમાં ઝંખુ છું યાદ
----રેખા શુક્લ ૦૩/૨૪/૧૫

આયખું માળખું


સભાન સ્વપ્નું હાથ લંબાવી સમજાવે સાનમાં...
સોના મહોરું જોઈ દંગ લોગ છ્ળી ગયા ને ....
બિંબોની સાથે બિંબ માયાજાળમાં ભળી ગયા....
કાંકરિયાળા ઢોળાવે હળવે ખુલ્લા દાઝતા પગમાં
ધડબડ ધડબડ આમેય તો ગબડવાનું ઢાળમાં ને
ગતિનો મંત્ર ગોખવાનો, ક્ષિતિજ બહોળી ભાસમાં
આયખું માળખું, ઝૂલતો ઝૂલો સમાયો આંખમાં ને
---રેખા શુક્લ

અરેરે ફસ્યું...!!


પાષાણો થકી પર જઈ પરમ ને જો અડકી શકું
ગોરંભાયેલું પજવ્યા કરે શરમ ને શે છોડી શકું

પીધો ને પાયો પરસ્પર કસુંબી જામ માણી શકું
સ્નેહનો કોરોય એકેય હર્ફ બોલી ને શે માણી શકું

માછી ના નસીબ સમ જાળમાં ખાલીપણું ફસ્યું
ધૂળધાણી સ્વપ્ન ના જાળમાં અરેરે ઝીલી શકું
----રેખા શુક્લ