સોમવાર, 15 જુલાઈ, 2013

બેચોટલા વાળી માછલી.............

કલમ આવી શ્વાસ લઈને, 
જીવન માટે ઉલ્લાસ લઈ ને, 
સવાલ ભલે જરાંક અઘરા,
જવાબ નેક હાજર થઈને
--રેખા શુક્લ

સડી જશે ખાસ ધ્યાન દઈદે, 
ગુલાબી કુમાશ સાચવ લઈને ,
પુસ્તક નથી પરીક્ષા ના લઈને, 
વળાવી કુમાશ પાછી ના દઈદે
---રેખા શુક્લ

સરસ વરસ અરસ પરસ ધબક્તી નસ મા શ્વાસ ની જ કસ છે...!!
- રેખા શુક્લ

શંખલાની ફ્રેમ માં બેચોટલા વાળી માછલી હાસ્ય આપી ને ખુશ કર્યા કરે છે
રૂપાની ઝાંઝરી ને ઢીંગલી ના પગમાં બાંધ્યા કરી હસ્તી મુંઝાયા કરે છે....!!  
--રેખા શુક્લ