શનિવાર, 1 ડિસેમ્બર, 2012

જો તું મળવા આવે કાન


તમન્ના બધી જાગી ઉઠે જો તું મળવા આવે કાન

આ ૠતુ બદલાઇ જાય જો તું મળવા આવે કાન

જમાનો અરે જલી જાય જો તું મળવા આવે કાન

આ દુનિયા ભરના ઝગડા, ઘરના હાલ ને ચાલ

બધી બલા ટળી જાય જો તું મળવા આવે કાન
--રેખા શુક્લ ૧૨/૦૩/૧૨

ના સમજે દિલકે હારે હૈ..........


સમજ સમજ કે ના સમજે; ના સમજે યે દુનિયા હૈ

પલપ ઝલક કે યે રિશ્તે; યે રિશ્તે હૈ યે તારે હૈ

ચુનમુન ચુનમુન ચુપકે ચુપકે ચુભ્તે છુપકે ન્યારે હૈ

ડગર ડગર સે પલપલ છલકે; છલકે દિલકે હારે હૈ
--રેખા શુક્લ ૧૨/૦૨/૧૨ 

ભોળું ભુલકું


તું મને પાલવનું ઇંગ્લીશ પુછ ના અહીં આંસુ ટિશ્યુંથી લુંછાય છે....

અહીં અંગ તો ઉઘાડા દિસે છે ખાલી દિલ બસ બંધ દેખાય છે....

હજુ કાલે જ તો સપનું જોયું ખોળામાં તું જાગતા રડી પડાય છે....

દિકરી ને સાંભળી વ્હાલ માં ભોળું ભુલકું બની હસી લેવાય છે...
----રેખા શુક્લ ૧૨/૦૧/૧૨