શુક્રવાર, 19 જુલાઈ, 2013

જળધકેલી શબને કહે.....!!

પરીક્ષા ફોડે પેપર્સ ને ટ્યુશનની રહે ધાપ
તૂટેલા તનની તસ્દીમાં ગળ્યા કરે માપ

ઘરમાં નિંદર લે સપનાંની ઉંડી રહે છાપ
ઉંડા ઉંડા ખાડા ને જળ પુરી મુકે કાપ

જળધકેલી શબને કહે નથી તારી ધાપ
જલ્યા કરે ઉભા ઉભા પાણીના નાપ
---રેખા શુક્લ

પુષ્પનો પગરવ......!!!

અર્થ ના આકાશમાં વાદળીએ વળગી કવિતા
મન વગર ચર્ચાયા કરે તાજી માજી કવિતા

કઈ રીતે કુદી જાંઉ વાતુ કરે મુખોમુખ કવિતા
નાજુક તબક્કામાં પ્રવેશતી રહે જઈ કવિતા

દિવાનખંડ ની શોભા પુષ્પનો પગરવ કવિતા
ધુમાડો ચીતરે કાગળિયામાં દિલે કવિતા

અક્ષરે અક્ષર બરફ તું નીરખે આરઝુ કવિતા
હૈયું થરથરે છે અડ્ડો જમાવી બેઠી કવિતા

ગુજરાતની આરસીએ હવે ઝોંકે ચડી કવિતા
છલોછલ સુરાહી બંધ કરી પીવાતી કવિતા
----રેખા શુક્લ