બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

અક્ષરી જગતે


હસ્તાક્ષર પરણે તોય ઝળહળ્યા ડિજીટલ જગતે
સાત સાત મેઘધનુષ્ય ના રંગે પલળ્યા જગતે 
કબૂતરે રંગ બદલ્યા ઘૂં ઘૂં મલક્યા કીંડલ જગતે
સળગ્યા ફૂટ્યાં ફટકી ચટકી ડરતાં ફરતાં જગતે
પ્રેમ-પત્ર ખોવાઈ ગયા ચડી રવાડે ખોટા જગતે 
ભીંજાયા ને વળગ્યાં ગળે સુવર્ણ અક્ષરી જગતે 
----રેખા શુક્લ 

અંત ક્યાં?


ભોળી સંવેદના ને રંજાડે વેદના તો અંત ક્યાં ?
ભાવના મરે તોય યાતનાનો આખરી અંત ક્યાં?

શ્વાસના વૄધ્ધ પંખીડા ધ્રુજતા ઉડી કહે અંત ક્યાં?
મૄગજળી આશ સપના પૂછે ઝંખનાનો અંત ક્યાં?

તૂટે શ્રધ્ધા રૂઠી રોષે ખળભળે સંભાવના અંત ક્યાં?
સફરમાં ટળવળી ખોળે મૄત્યુ જીવ નો અંત ક્યાં?
----રેખા શુક્લ

નાદાનીયત


ટળવળી નાદાનીયત વૄધ્ધ પામી છે
આખે આખી વૃધ્ધતા પામર પામી છે

નરોવા કુંજરોવા કરી ગંગા વિફરી છે 
શર્ત ભીતરી શુધ્ધતા કંગાળ શર્મી છે

બુધ્ધ બની જા જો પછી હાર ઝુકી છે
ગમતી પળે સળવળી  મર્મ પામી છે

અર્થઘટન શિવાલયે સ્વયં પામી છે
રંગત સંગ માંડે ચોપાટુ કૄષ્ણ પામી છે
---રેખા શુક્લ 

જીરવશો ?


પરસ્પર છેદી વિશ્વાસ; સહેવાસ કેમે જીરવશો ?
ક્યાંથી રહેશે સંબંધ; એ એહસાસ કેમ જીરવશો ?
નાદાન અપેક્ષા ખોળી ચોપાસ અજંપો જીરવશો ?
નર્યો આભાર નવલી ભૂગોળ ઇતિહાસને જીરવશો ?
યાદ સદા મનગમતી વિગ્યાની થકી શે જીરવશો ?
બસ પરસ્પર અરસપરસ ખાલીપો આમ જીરવશો?
---રેખા શુક્લ

પીંખાણું શાણપણ


દિલબર નું જ રટણ; મરું તોય તેનું માંગુ શરણ 
ધડકન ધકધક ને; છળે આંખોમાં રોજ બચપણ 
મહેફુસે મહેફિલ કળુ; ચાહત તણું છે વાતાવરણ 
અંતઃકરણે પ્રાર્થુ; પરમાત્મા સ્મરણ જ એકીકરણ 
એને ગાંડપણ લાગ્યું; ને ભલે પીંખાણું શાણપણ 
જગત જન્નત ગેબી પડઘે; રાત માંગે જાગરણ
---રેખા શુક્લ 

અલી અલી


ક્યા બાત !! નાદાન કરે ઇબાદત અલી અલી 
ને શંકર નું નામ લઈ પીવે ઝેર રે અલી અલી

સવાલી તું ખાલી ન જશે દર થી અલી અલી
ફરમાન હિફાજત, ચાહત દેશે જો અલી અલી

ગુલામ પયગંબર કરી દેશે રાહત અલી અલી
પ્રસંગ વણ્રુ હા  ચિત્ર ના રંગ ભરી અલી અલી

મુકામ સખાવત હસતા ચેહરા રાખો અલી અલી
વક્ત કઠીન કરજો આસાન કહું હવે અલી અલી 
----રેખા શુક્લ