શુક્રવાર, 19 એપ્રિલ, 2013

માહ્યલો........!!!ગાણે ગાણે ગવાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
પત્થર થૈને પુજાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
બાળ પાલવે ભરાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
શાલિગ્રામ થૈ મુકાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
ટહુકે ટહુકે વાં લુંટાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
વ્હાલ મબલક કમાણો છે માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
અવસર પ્રગટે ટુક્ડા થૈ માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
મનપાંચમ ના મેળામાં માહ્યલો માણસ થૈ ને ભળાયો છે
----રેખા શુક્લ