રવિવાર, 19 ઑગસ્ટ, 2018

મેળો..વર્ણન ..


વ્હાલું શરણ તારું આભ નો છેડો
શોધતા મળે ધરણી લાગણી મેળો
---રેખા શુક્લ
વર્ણન ... !!
આંખ્યુ દોરે શબ્દચિત્ર  સાંભળો તો વર્ણન 
કાલુઘેલુ ભાવભીનું હસ્તુ મુખડું તો વર્ણન

આ રૂમ માંથી બીજા રૂમ માં સંતાવું વર્ણન 
સ્મૄતિ ઝાંખુ બાઝે અશ્રુ પલકે વરતું વર્ણન

એક લિસોટો ભીંતે ટાંગ્યો કેવું સુંદર વર્ણન
બદલાણું લો પાત્ર સાનિધ્યે વળગે વર્ણન

સ્વમાનભેર સાદી જિંદગી એજ એક વર્ણન
હાજરીના હસ્તાક્ષર ફોટા કર્યા કરે વર્ણન 

---- રેખા શુક્લ ૦૮/૧૯/૨૦૧૮

ખબરપત્રી


નથી પગ કે નથી પાંખો તોય હવા ચાલતી રહી 
મેજ પરથી ગૈ'તી પડી ધડી કાલે ય ચાલતી રહી

ફોન ફરી ચાલી પડ્યો નંગે પાવ લાશો ઢળી રહી
ધાંય ધાંય કેટલી ગોળીયો બસ આમ ચાલતી રહી

જૂઠ નહીં બોલે આયનો મળ્યા વિના નજર ઢળી રહી
મુખ બંધને બંધાઈ જુબાન ને ખબરપત્રી ભાગતી રહી

ટેકનોબલા યે ઉભી કરેલી ટેકનોસેવી થી બાતમી રહી 
જીન્દગી બંધ કરી, ધડકન શોધવા સંગાથી ચાલતી રહી
---રેખા શુક્લ