મંગળવાર, 8 જુલાઈ, 2014

નૈનતારા


આમ્રપાલી ને નયનતારા ...એક ખ્વાબ ને એક મજબૂરી....અમરીશ અને અંકુર...એક મરદનો બચ્ચો ને બીજો કોરોકટ કુંવારો...બન્ને કપલ ને ત્યાં રાધા ને કિશન નો કલરવ...રોજ ઉગે નવીકૂંપણ થઈ ને ઇરછાઓ...આ તે કેવી આભાસી દુનિયા...નામ તો છે પ્રભુ ને ગુણગાન તારા નિતનવા...નવનીતરાય ને કોઈ રંજ નહીં. હરખતા જુઓ ને તો તમે પણ ખુશ થઈ જાવ...!! કદીક ભજન તો કદીક ગોલ્ફ તો કદીક ગ્લોબલ બ્રાહ્મણ ની દુનિયામાં ભાળો..લગ્ન માં ગંભીર ને પાર્ટી માં જુવાન ...નો વંડર બધાના વ્હાલા..!! સ્પોર્ટસ ના શોખીન પણ ફાડી નાંખે તેવું બોલે અંગ્રેજી
કોન્વેન્ટ માં ભણેલા..ટોટ બાય નન્સ ...રેર બ્રીટીશ મેન !!! તમને કહું તો કેહશો નયન માં પ્રેમ આંજી ને કરો છો નવનીતરાય ની વાતો...હા મે પેહલા જ કહ્યુંને બધાના વ્હાલા..અને બધા મિન્સ બધા. એક વાર બારીમાં ઉભેલી જોઈ ગયા...મીઠું સ્માઈલ આપી ને હાથ હલાવ્યો...હું હસી ને ચાલી ગઈ....દસ મિનિટે પાછી ફરી તો તે ત્યાંજ ઉભેલા...આમ થઈ શરૂઆત અમારા વધુ વ્હાલા થવાની વાત ! જુઠ્ઠો પાટો માથે બાંધી ઉભેલા...લમણામાં લાલ લાલ ને લાગ્યુ કે બહુ વાગ્યું છે..પૂછ્યા વિના કેમ રેહવાય. હું આમેય બટકબોલકી...હાય રામ શું થયું ?? ખરેલી પાંદ્ડી માં તોય
હાસ્ય આવી ચડ્યું ..કંઈ નહીં બસ મટી જશે..! તમે ધ્યાન રાખશો ને ? અરે પણ થયું શું તે તો કહો...હા હા ચોક્કસ...ખબર નહીં કેમ પણ હું પાણી લઈ ને દોડી ગઈ...આખો લોટો ઉપરથી ગટગટાવતા બોલ્યા...હમને પુકારા ઔર તુમ ચલે આયે...ને હુ બોલી એમ નહીં તુમ ને પુકારા ઔર હમ ચલે આયે...! ખબર નહીં કેમ કેટલા વાગ્યા તે પણ યાદ ના રહ્યું હાથમાં પકડી ને હાથ બેઠા રહ્યા. બસ વાત જો અહીં જ પતી ગઈ હોત તો..? જ્હોન સાથે ડીવીડી પર મુકદ્દર કા સિકંદર જોવાની મજા પડી..અચાનક તેને રોતા જોઈ ને નવાઈ તો લાગી હતી પણ હું ચૂપ રહી !! બંને મિત્રો હતા તો જ્હોન ક્યારેક સબટાઈટલ સાથે બોલીવુડ ની મજા લેતો.આજે સખ્ખત તાવ -શર્દી ને ખાંસી છે પછી વાત કરીએ તો?(ક્રમશઃ)

હા તો આપણે ક્યાં હતા? ઓહ, તમે કીધુ તો નહીં કેજ્હોન દુબઈ માં કેમ ગયા? જો કે બીઝનેક ને પ્લેઝર જ હશે ને...! આવજો હો મારે હવે જવું પડશે...આજે અમરીશ ને અંકુર સાથે જરાક મળવું છે ને તેથી ઉતાવળ છે. ..બાય, સી યુ, ટેક કેર !
જ્યારે જુઓ ત્યારે તમે જૂના ગીત મૂકી ને સાંભળો છો.. શું તમને નવા ગીત નથી ગમતા ભાગ્યવાન...એમનું ભાગ્યવાન કેહવું મને બહુ ગમ્યું..મેં પણ ના સાંભળ્યું હોય તેમ નજર પણ ના માંડી,પાસે આવી ને ઢંઢોળતા હોય તેમ ખભે હાથ રાખી બોલ્યા...ભાગ્યવાન ચાલો ને થોડું ફરી આવીએ...ઘણી વાર થતું આ ફરવું એટલે શું? એજ જ્ગ્યામાં થયેલો થોડો સુધારો-વધારો જ ને..એનું નામ એટલે સ્ટેઈંગ ઓન ટોપ ઓફ ધ સીચ્યુએશન...ઓહ, તેથી ફોન કરવાના ....બીજાના સમાચાર જાણીએ પછી શું કામ મીંઠુ મરચું પણ ભભરાવાનું...સીધેસીધું કેમ ન કેહવાય કે ઓહ મને આ ગમે છે...તેની સાથે પ્રેમ છે ..કે થઈ ગયો છે..કે કર્યો હતો...!! એની વે દલીલ લાગશે હે ને..આમ તો સ્ત્રી કહે તો તો બહુ ખરાબ કેહવાય..પુરૂષ ને તો જાણે જન્મસિધ્ધ અધિકારછે ને...અરે કહું છું સીતા ગમે છે ખરી? લટુડીયા પટુડીયા કાઢતી હોય તો ય નહીં ગમે ને...!! અંકુર ને ડાન્સ નો બહુ શોખ ...તે ડાન્સ માસ્ટર જ થવાનો...આમાં અમરીશ ને કેમ વાંધો છે? અરે……….એની પોતાની લાઈફ છે...! શોલ વીંટાળતા નવનીતરાય બધું કહી તો ગયા ને મે પણ સાંભળ્યુ ના સાંભળ્યુ કર્યું આજે મન બેચેન છે જરા..!માસી જરા વાર બેસવા આવેલા..ઉપર જોઈ ને બોલ્યા આ વર્ષે વરસાદ હજુય ના આવ્યો..બચ્ચારા જનાવર નુ શું થાશે....!...’બરસો રે મેઘા મેઘા બરસો રે..’ઉપાડ્યું ને કહ્યું ભાગ્યવાન “ર” આવ્યો ‘રૂકે રૂકે સે કદમ રૂક કે બાર બાર ચલે.’..”લ” ‘લે જા જાને વાલે દુઆ એ મેરે દિલ કી કીસી કી ક્યા ખતા જો હોના થા હુઆ’... “અ” કે “વ”? જે હશે તે ચાલશે...ના ના એમ નહીં “અ” આવ્યો “અ”...અંચઈ…નહીં ચાલે...માસી એ શરુ કર્યુ...’અંબા અભય પદ દાયની રે...શ્યામા સાંભળ જો સાદ ભીડ ભંજની.’.હે મારા વ્હાલ અમીછાંટણા વરસાવી દે જનાવર ખુશ થાશે...!! એ હા “તથાસ્તુ” કરતો અમરીશ પ્રવેશ્યો...ને બધા હસી પડ્યા...!! (ક્રમશઃ)

આમ ક્યારેક અચાનક અંતાક્ષરી પણ રમાઈ જાતી. અમરીશ આમ તો ઘણો હસમુખો હતો એક વાર અમે આખી રાત અંતાક્ષરી રમ્યા...ને દાદુ ની નજર બગડેલી કે ઘેલાપણું કેટલું હોય !! પણ અમરીશ ગમેલો તેથી જ તેની ઓળખાણ નૈનતારા સાથે કરાવેલી...બંને ને જામી ગયું. નવનીતરાય ને આમેય કશામાં રસ નહોતો તેવું નહોતું પણ મોસ્ટલી સમય નહોતો રેહતો. હવે સમય કોણે કેટલો ને ક્યાં વાપરવો તે તો પોતાની મરજી ની વાત છે ને!! પણ ક્યારેક ફન તો ક્યારેક ઓબ્લીગેશન, ક્યારેક ટી.વી. તો ક્યારેક કામ..પણ દિવસ તો દરેક ને માટે ૨૪ કલાક નો જ ને!!
નૈનતારા ની દીકરી ઉજ્જવલા મને બહુ ગમતી. ન્હાની ઢીંગલી જ જોઈલો...બોલતી, ભાગતી, ચાલતી ને લાગણી નો ઉભરો એટલે ઉજ્જવલા...ક્યારેય તમે એને રડતા ન જુવો..બધા માં ખુશ વસ્તુ કરતા વ્યક્તિ થી વધુ ખુશ થતી. વ્હાલ માં સોણી યેડુ કેહતી નૈનતારા એના વાળમાં આંગળા ફેરવતી ને ખુબ વ્હાલ કરતી મારી સરસ દીકુડી...પણ એક દિવસ નૈનતારાની ગેરહાજરી માં એણે અમરીશ દ્વારા જાણી લીધું કે સોણી યેડુ એટલે શું ? તે દિવસે પેહલી વાર પગલી રીસાણી ..ઉંધી ફરી ને બેસી ગઈ...ના બોલી મમ્મી સાથે...બસ કીટ્ટા કરી દીધી.
મમ્મી ની વ્હાલી ઝપ્પી ને ચોકલેટ જીતી ગયા...આમ નાના મોટા મીઠ્ઠા માનીતા- અણગમતા બનાવો બદલતા રહ્યા ....! આજે અચાનક જ્હોન મળી ગયા બીફોર આઈ સે હાઉ આર યુ...?નવનીતરાય ને ભેટી ને રડતો રહ્યો...હું આઘી ખસી ગઈ !! ઉજ્જવલા એ પણ ડાન્સ ડીગ્રી ને માસ્ટર ઇન સાયસ્ન પતાવ્યું આ બાજુ અંકુર અને આમ્રપાલી ને ત્યાં રાધા-કિશન પણ મોટા થઈ ગયા હતા.જ્હોનની દીકરી ને પરણાવી આવ્યા..ખુશ બાપ ફરી રડતો હતો..એની ઢીંગલી ને યાદ કરતો હતો. વક્તનું એક પરિંદુ આવે ને ઉડી જાય..ક્યારેક સારા તો ક્યારેક માઠા સંદેશા દઈ
જાય..અને આપણે એને આપણું પરિંદુ માની લઈએ..!! પેટભરી ને વ્હાલ પણ ના કરાય ત્યાં તો દીકરી મોટી થઈ જાય..એનું જન્મ નક્કી પણ મરણ ક્યાં તે નથી નક્કી હોતું...રોબોટ જેવા માણસો મને નથી રૂચતા..આમ ને આમ વિચારો સરાઈ જાય ક્યારેક આંસુઓ હરાઈ જાય...હૈયું -કટારી ને હાથ ભાંગી જાય ત્યારે અડીખમ ઉભેલા નવનીતરાય ના ખભે માથુ ઢ્ળી જાય !! તમે માનશો નહી અંગ્રેજી માં ભણેલા નવનીતરાય ને ગુજરાતી શોખથી વાંચતા જોઈને ખુશ થઈ જાવ...બસ આ જ કમાલ ની વાત છે મને આવી ને કહે આપણી માતૃભાષાના ધીમા મૄત્યુની શરૂઆત
થઈ ચૂકી છે અને મારાથી બોલાઈ ગયું ખોબો ભરી ને અમે શું હસ્યા...કૂવો ભરી ને અમે તો રડ્યા...!! ----રેખા શુક્લ ૦૭/૦૭/૧૪