ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

દાસ થૈ ને શ્વાસ ચાલે રહી રહી....કેવા સ્થૂળ રોપાયા થૈ ઉભાં થોર મુંગા રહી
ચોતરફ રણ માથે ગગન રડતું શો'ર મહીં
બેવફા જિંદગી કહી શ્વાસ ચાલે રહી રહી
ડરતા ડરતા અંતે દાસ થૈ ને રહે અહીં
પારદર્શક આંસુમાં રડી હસે વાતુ અહીં
ફુલથી તોડી પથ્થર કહી આવે રોતું અહીં
ખામોશ સ્વપ્ન, ખેલે પાસા, બીક મહીં
ઇશ ખેલંદો ઘેલો સમજે રોજ ડરતો મહીં
ખોવાયેલા પગલાં બાઝ્યા મુજ ને અહીં
સાગરના વ્હાલ થૈ જાત ભીંજાતી અહીં
---રેખા શુક્લ ૦૨/૧૫/૧૩