સોમવાર, 31 ઑક્ટોબર, 2011

સાલમુબારક…નુતનવર્ષે આંગણે પધારો આભના તારલાં ભર્યા છે..
દિપાવલીના શુભઅવસરે શબ્દોની રંગોળી સજાવી છે..

છુમછુમ ચાલે ચાલતી કુમળી કવિતાનુ પુષ્પ ધર્યું છે..
મોટા થતા બ્રહ્મસમાજના કુટુંબ આગળ હૈયું ઢોળ્યું છે..

હળીમળી ને પ્રવૃત્તિના પંથે પ્રગતિનું શિખર ચડવાનું છે..
સજે અંબરે આતશબાજી શુભેચ્છાનું મેઘધનુષ્ય તાણ્યું છે..

પ્રગટેલી રંગીન દિવડીઓ જોઈ નિખાલસ સ્મિત વેર્યું છે..
સાલમુબારક ને હેપી ન્યુ ઇયર સૌને માટે સાચવ્યું છે..
રેખા શુક્લ(શિકાગો)