શનિવાર, 29 જૂન, 2013

પડીકે શ્વાસ

કાગળના પડીકે શ્વાસ ને બાંધી રાખ્યાં કરે
ઇરછા વણી દરિયા ને દોરી ઓઢવ્યાં કરે
ગડી ના પડે ક્યારેક જાવાનું જો થાય કહે
તિરાડ પડે તો ઠીક તુફાને બારણું તુટે કહે
પગાર ખાધા કરે ને સુરજ-ચંદ્ર રોજ ફરે
મુકામ પર આવ જો નદી દરિયે રોજ ફરે
---રેખા શુક્લ 

હુ તુ તુ તુ.......

સમજ્યો છે દરિયો તુંજ ને ભરતી ભરી શ્વાસમાં
ખુંદતો દર્પણ અકળાવતો આવી જરા શ્વાસમાં

ચુપ કરું હોઠ મુકી વાચા દંઉ તારા ટેરવામાં
પગલાં ભરવાં માપી આંખોના તુજ ઓરડામાં

તારાથી ભરપુર વરસું સંતાઈ સુર્ય પાશ માં
હુ તુ તુ તુ રમતા પકડી પાડતો મુજ શ્વાસમાં
--રેખા શુક્લ

સ્મોકસ્ક્રીન.........!!

અરમાનની ચિતા જલ્યા કરતી જ પાસ માં
એક સસલી રડ્યા કરે વ્હાલ જરા આશ માં

ખાનગીમાં જળ કૂકડી મજાક કરે પ્યાસમાં
લપસિયાં ખાય આવી ને માછલી પાશમાં

ફેરફુદડી ફરે નાની દેડકી ડરતી ભાસમાં
બુઝારું ખુશ થાય રોકી ગોળા ના શ્વાસમાં

દિલમાં જલ્યા કરે સ્વમાનની મુઈ ચિતામાં
ઠંડીમા બાળ્યા કરે બટકા ચોસલા બરફમાં

શબ્દમાં પ્રહારના છુપાય તીક્ષ્ણ નહોરમાં
અર્થ ઉપરના પડદા સ્મોકસ્ક્રીન વાદળમાં

ચૂંસતા લોહી ધરાઈ જાણી ગુલાબી વાતમાં
ખોદતાં ઘાવ ને ખેંચી-તાણી મરચાં જાતમાં

બંદિવાન ગાત્રો કેહવાય છે રાણી રાત્રીમાં
વાવતાં  ઉગતી ભુલાઈને વાણી પ્રભાતમાં

શમણાં કેરૂં પારેવડું ફડફડતું રહે પિંજરમાં
ફોરમ ચુંબન મીઠું મધ ભોળાઇ જા હાથમાં
---રેખા શુક્લ 

Happy Birthday Maheshji

કંકુ ખરે ને સુરજ ઉગે પૂરબ દિશા ઝળહળ...!!
લાગણીની ઝાલર રણકે રણઝણ રણઝણ...!!
મંડાઈ ગઈ ચંદન ચોકે ચોપાટું પળ માં ઘર ઘર
અલ્લક મલ્લક લટક મટક જળ સીંચે કર ઘર !
 આંખે બેસી ઘર કર્યુ ઓલા પતંગિયાએ સર વર
ગુલમ્હોરની ડાળ ડાળ લાગે વાસંતી ડગર ડગર
સંતાકુકડી પકડાપકડી હસ્તા ચલ ને રમ રમ !!
નજરું લાગે મારા નામ ની ડરી જાંઉ ઘડી ભર !!
પાગલ પ્રેમી બેભાન પુતળી તારા નામની ધર કર
---રેખા શુક્લ ૦૬/૨૯/૨૦૧૩