મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

આફ્ટર શોકે સેન્ડી શુ શું લઈ જશે???

આફ્ટર શોકે સેન્ડી શુ શું લઈ જશે???
અમન ને ચમન તારી માફક છેતરી જશે

સુંવાળા સ્પર્શે કરી પ્રેમે ઝખ્મો ભરી જશે
અધુરા મુલાયમ સંબંધોમાં જ છળી જશે

ક્યાંથી હોય ખબર નજર મારી છેતરી જશે
મોજામાં સિતારા આભના દડી રડી જશે

ખોવાઇ મિનાર વ્હાણ માં અહીં ડુબી જશે
પ્રકૄતિ બદલાય વિનવ્યા અંધકાર જશે

બદલાય રંગ રાતો રતુંબડો ભિનાશે
દિવાસળી કહે ચોતરફ આગ જ હશે

બટક્યા કરે શ્વાસ કદાચ વ્હાલપ જ હશે
શ્વાસની પેન્સિલ કેટલી ધારદાર હશે ??
---------રેખા શુક્લ ૧૦/૩૧/૧૨

શું એક કરે ચોઘડીયું...સેન્ડી..!

શરદપુનમ ના ચાંદ નુ વળગ્યું ઉન્માદે ગાંડપણ..
ભલે ગુસ્સો કરે પવન કે થર થર ધ્રુજે ક્રેઇન...
પાવરવિહિન કરી સેન્ડી પાવર દેખાડે ડર રે ડર...
અંધારપટે સતત તાકતી ઉંધ ક્યાંથી આવવા દે..
ડુમો દૈ દૈ મોઢે માનવ ભરખી પાછા કાઢી બારે..
ડ્રાઈવ કરી જોવા આવે પિક્ચર પરફેક્ટ પેન્ટીંગ..
એક કરે મિત્રો ભગવાન ને કરે યાદ ...
યુવાન ભડવીર દોડી ભેટે સર્ફબોર્ડ સાથે...
ઉન્માદ એનો ચારેકોર શું શું એક કરે ચોઘડીયું?
-------૧૦/૩૦/૧૨