શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2015

હું થઈ જાંઉ બરફ

પાણી ને લાગી'તી તરસ,ઠંડી ફૂંકતો વરસ્યો બરફ;
બરફ પાછલી ઠંડી લઈને, ધરણી ને ચૂમ્યો બરફ;
ચાલ્યો જા ને બરફ તું, ગરમ રૂમમાં હું થઈ જાંઉ બરફ
---રેખા શુક્લ

મીંઠુ ચડ્યું, ગણપણ ચડ્યું, ઉપરથી ચડ્યો ક્ષાર;
ઝાપટ ઝાપટ કર્યા કરું , ખંખેરૂ જાત નો ભાર !!
ખાલી બોક્સ માં અક્ષરો ભરેલા કાગળિયા ઉડે
---રેખા શુક્લ

ભીતર ભીતર મનડા માં તરંગો થઈને જડે !!
હઉકલી કરે પગલાં પગલાં આવી મુજને અડે
પાછળથી ભરે બથ કે ટિંગાઈ જાય જોઈ કે રડે
---રેખા શુક્લ

છૂટ ગયા


દરબાર છોડ દિયા
ઘરબાર છોડ દિયા
પરવાહ કી ફિરભી
પરિવાર છૂટ ગયા
નતીજા શોહરહતે
દરગાહ લૂંટ ગયા 
---રેખા શુક્લ

બોલ રે વસંત !!પિયુ પિયુ પપીહા બોલે ને
મોરલીના સૂર ફૂટે છે
ઝાંકળ નું એક ઝુંડ થૈં
મુલાયમ ઘાસ લૂંટે છે 
છમછમ નિતરે ટપટપ
વરસી શબ્દ ગઝલે ફૂટે છે
----રેખા શુક્લ