રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

સ્મ્રુતિ....


તારલિયો અંધકાર લે ઓઢી લે ને સ્મુતિ
કુંણા ઘાસને ધરતી નો ઉઘાડ માણ ને સ્મ્રુતિ
ભાંગ્યા-તુટ્યાં શબ્દને જાગરણે રમે સ્મ્રુતિ
નીલા આકાશ ના હુંફાળા તડકે હસે સ્મ્રુતિ
મનભાવન કલ્પના ની સાથી તો છે સ્મ્રુતિ
ગીતમાં વણાંઈ જાય સુર આ તો છે સ્મ્રુતિ
યુગોથી પ્રતિક્ષા ને પરિક્ષા દેતી સ્મ્રુતિ
મનશોધતું જ રમે ફરે ચાવી દીધેલ સ્મ્રુતિ
કડવી હકીકતને શબ્દોના વાધા ની સ્મ્રુતિ
જડતાની નગ્નતાના સુર્યને અટકાવે સ્મ્રુતિ
------રેખા શુક્લ ૦૯/૩૦/૧૨