ગુરુવાર, 29 જૂન, 2017

પીંછુ ખર્યું


સ્મરણ નું પીંછુ ખર્યું....યાદ ના વટવૄક્ષેથી 
સન્નાટાનો શોર ગર્જે..ઝરમરી ધાર નૈનેથી
---રેખા શુક્લ
ભીની સોડમ અંદર ઠેઠ અંદર વીંધે છે
ફૂલ પૂછે સરનામુ નયન તુજ ને ચીંધે છે
---રેખા શુક્લ
ખીલી સંધ્યા ફરી ફરી નભ પ્રાંગણે ઝૂકી
ફેલાણી લાલાશ ચહેરાની દૂર આંગણે રૂકી
----રેખા શુક્લ
વાદળા ઓ તરસે, મેઘ ચીરી ને વરસે...!
એક નજર વર્ષો તરસે, યાદ વીંધી વરસે..!
---રેખા શુક્લ 

ગુરુવાર, 1 જૂન, 2017

હસતું કાવ્ય


સપનામાં હસતું કાવ્ય એટલે આર્યા
મારી કૂખમાં ઘુઘવાટા કરતું કાવ્ય...
એ જ હાસ્ય ને એજ નખરાં કરતું ...
ગળે વળગી ને રમતું વ્હાલું કાવ્ય ...
લાગણીઓથી ભરપૂર ચેહરે મલકતું કાવ્ય...
ભાખોડિયે ભરતા ભરતાં વળી ને વખાણ સાંભળતું કાવ્ય..!!
---રેખા શુક્લ
******************************************
આપણે એના પગલાં આ સમય માંડે ડગલાં
ચાલ હવે આરામ કરીએ ભૂંસે સમય પગલાં
----રેખા શુક્લ