મંગળવાર, 3 નવેમ્બર, 2015

ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો !!

કલમ અને ચાબખા...વાહ પેન ની તલવાર , માર્યા વગર મારી નાંખે ને અસ્તિત્વ ની અભિવ્યક્તિ કરાવે વાચાળ કવિતા ...અંતર રેશમરેશમ હોય ત્યારે તમે જિંદગી વાંચી છે...? આવો ને મળો ક્યારેક અમને "પ્રતિલિપિ" પર , "સહિયારું સર્જન" પર અથવા અમ મિત્રો ની ફેસબુક ટાઈમલાઇન પર, અમારા ટહુકા ને વધાવવા બદલ અમે આપ સૌના આભારી છીએ. ભરોસાની પ્રેકટીસ અમારી ચાલુ છે કેમ કે સ્મિત માં તાકાત છે શબ્દને વિંધી ને સાંધવાની, શોધખણ બાળપણ ની યાદોની અનુભૂતિ શ્વાસ વપરાઈ જાય તે પેહલા કરાવે તે કવિગણ...રાતરાણી ને પારિજાત મુજ હૈયે વસ્યા,  ચિતાર રખડતા ચાતક નો મોરલો પૂરો કરે, ડૂસકાં ભરે ડોલરીયા જ્યારે આવે દેશ ની યાદ ..તો આપનું સુસ્મિત સ્વાગત છે.
------------રેખા શુક્લ