સોમવાર, 30 જુલાઈ, 2012

ચપટી સિંદુર....


ચપટી સિંદુર ને શ્યામગુલાલ બિંદીએ વરમાળા 
પીળી પ્રીતૂ ની ઘેઘુર વડલાની ગરમાળા
જોયા'તા મુકામે દુર સ્મરણે તરગાળા
નામ પાડ્યા હુલામણામાં શમણાં લજામણાં
આંસુ પી ને ફુલે દિવસો કરમાણા તરસ્યા સરવાળા
વિશેષ પાછા સંબધે છે બન્યા કેમ અજાણ્યા 
-રેખા શુક્લ 

ઓટલે.....બા જઈને બેસે મંદિરના ઓટ્લે, 
કોણે ક્યારેય જોઈ હોટલના ઓટલે?
જમાઈને દિકરાએ મોઢું ફેરવી લીધું ઓટલે, 
મોત ને પણ દયા ક્યાં ના આવી ઓટલે,
ફકત હૈયું રડે પણ કંઈ ન કરે ઓટ્લે, 
જૈ દિકરી બેસે મંદિરને ઓટ્લે?
બાપ થૈ ને કહે દિકરો ઘડાઈ રહ્યો ઓટલે, 
નાનકો માહ્ય્લો  ચિમળાઈ રહ્યો ઓટલે
શા નો અભરકો પુરો કરો ઓટલે?
-રેખા શુક્લ

મોહ્યો........


ભાતીગળ કસુંબલ ચુંદડીએ મોહ્યો
લીલા લહેરીયાની બાંધણીએ મોહ્યો
વીણેલી ટોપલી કવિતાએ મોહ્યો
પાધડીયાળા ફુમતે એ તો ઝુમ્યો
બચકૂં મરચું નૂ લઈ મુંછમાં હસ્યો
રહી હાથે બાજરીના રોટ્લે મોહ્યો
-રેખા શુક્લ