બુધવાર, 28 ઑક્ટોબર, 2015

નામ તેરે ધડકન

થયો છે પ્રેમ બસ વાતવાતમાં
હવે ખરચ્યા થઈને જાતજાતમાં
પાછલી રાતે ઉગમણી દિશા માં
તમારા સમ પાયલ તે દિશા માં
ચીરી એષણાં ભીંજાયું પાપણમાં
નામ તેરે ધડકન મીણના આંસુમાં
----રેખા શુક્લ
પૂરવની પ્રિતડીએ પકડ્યો પાલવ
પકડી ને ઉભો છે નટખટી માધવ
-----રેખા શુકલ

દિવાળી થોડી નજીક

કંકુપગલાં આવી 
અંતરના ઉજાસે 
કરીએ આરતી
ઝળકી દિવાળી 
---રેખા શુક્લ

રૂડા પર્વે...
તારીખીયું બદલાયુ
ને દટ્ટા આઉડ ડેટેડ
પ્રકૄતિએ રંગ બદલ્યા
ઘડિયાળ બદલો પાછળ
ન્યુ રિઝોલિશની મજા
ખંખેરી પ્લસ-માઈનસ સજા
હાસ્યની દીપમાળા સંગ
સંસ્મરણો ખડખડાટ ખુશ
ચિમળાયેલી સંવેદનાને
પ્રગટાવી કરીએ સજીવન
ચાલો મનાવીએ દિવાળી
જિંદગીની થોડી નજીક જઈએ
-----રેખા શુક્લ

રૂડા પર્વે...

તારીખીયું બદલાયુ
ને દટ્ટા આઉડ ડેટેડ
પ્રકૄતિએ રંગ બદલ્યા
ઘડિયાળ બદલો પાછળ
ન્યુ રિઝોલિશની મજા
ખંખેરી પ્લસ-માઈનસ સજા
હાસ્યની દીપમાળા સંગ
સંસ્મરણો ખડખડાટ ખુશ
ચિમળાયેલી સંવેદનાને
પ્રગટાવી કરીએ સજીવન
ચાલો મનાવીએ દિવાળી
જિંદગીની થોડી નજીક જઈએ
-----રેખા શુક્લ