બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

ભારતની તસ્વીર છું !

સીઝન નું રીઝન છે વિધન થઈ ઢીંચણ છે 
નશો જમીન નો સંગીન દર્દ તોય રંગીન છે
બર્દાશ્ત કરું છું વફા છું ક્ષમા કરું છું ગીત છું
સ્મિત થઈ સમાઉ છું ભારતની તસ્વીર છું !
---રેખા શુક્લ

તુજમાં વસેલું ગીત છું !

અંજાણ થઈ ને શું અંજામ થઈ ગયો 
વક્તના પડદે શું ખુંવાર થઈ ગયો 
***************************
રણ નું પેહલું આંસુ 
પતઝડનું પેહલું પર્ણ
કે ગુજરેલો વક્ત હું 
 નહીં ભળું નહીં મળું !
****************************
સાંભળતા નથી તેનું ન સાંભળેલું ગીત છું
તુજ થી અજાણ તુજમાં વસેલું ગીત છું !
---રેખા શુક્લ

તાકધિનાધિન...

વરસાદી ડાન્સમાં
ટનાટન આભમાં 
છમાછમ રેઈનમાં
તાજ્જી કવિતામાં 
કૂંપણ હું શબ્દમાં
---રેખા શુક્લ

દિલ શેપ છે

તાજા ફુલનો માળી ફુલદાની શોધે છે
ગલીના વણાંકે વૄક્ષ છે દિલ શેપ છે

દર્દ ગાતું પંખીને અવાવરો માળો છે 
મમળાવવા શમણાં મધુર વાતો છે

જઝબાતી દિલ મજબુર ના દિલ છે
કફન ઓઢવા મમતા નું સ્મિત છે !
---રેખા શુક્લ

ડાયમંડ ડાયમંડ

ડીમાંડ છે ભાવુક છે લાગણી તંતુ તણાય છે
ફળિયે ચણતી ચકલી પિંખાઈ જાય શબ્દ છે

સાંજ ખોળે ઢોળાય ફફડી પાંખો સંભળાય છે
ઢોલ વગાડે છે શબ્દો ભારતની તસ્વીર છે

ભકિત નો પ્રતિભાવ છે વેરાઈને ચુનરી છે
ડાયમંડ ડાયમંડ તારલિયે જાન મઢાઈ છે 
----રેખા શુક્લ

કિસ્મતવાળી !

દિલે ધક્ધક કર્યું ને શ્વાસે જોયું સપનું 
ચહેરે રૂક રૂક ઠર્યું ભરમાતું જોયું સપનું
************************
નજર નજરમા ં અલબેલા
ભિંજાયેલ અમે બંને
દિલ પર થઈ શક છે
લાગે તેને પ્યાર છે !!
************************
ઘરવાળી તે ગુસ્સાવાળી 
ફિલ્મવાળી તે જુસ્સાવાળી
માન-મર્યાદા-સંસ્કૄતિમાં
આકર્ષિત કરે કિસ્મતવાળી !
...રેખા શુક્લ

ગુંજી સંભાળ સેન્ટી શબ્દો

સળગતા શ્વાસોએ ખુદ ને મારી પાંખુ
તુજ કર્ણ પ્રિય દર્દીલું ગીત ગુંજી નાંખુ
મળીશુ મન ભરીને ચલ સંગાથી ઝાંખુ
ખુદા ને મળશે ખુદા આજે રાજી આંખુ
**************************************
આ તો સુરજ ને પડે ઝાંખો માટે અંધકાર બનીને રહેવું છે તારે
રિયાલીસ્ટ વર્લ્ડનો હુમલો ગલીએ ગલીએ સંભાળ રહેવું છે તારે
***************************************
ઇઝહારની રાહ કરી દે સેન્ટી થઈ ને સેન્ટી
ઇશ્કી ઇઝહારમાં પરોવાયો થઈ ને સેન્ટી !
**************************************
અભિનયનો આજેય વાયરે અહીં છે શબ્દો
રિશ્તાનો વક્ત શ્વાસ ભરે અહીં થઈ શબ્દો
...રેખા શુક્લ