બુધવાર, 5 ઑક્ટોબર, 2011

વાદળું...!!!


ટહુકા પર મોરપીંછાની ઓઢણી ઓઢી,
કોયલ બેઠી આંબલિયાની ડાળ....

ઝબુકે છે વીજળી ને ગર્જે છે વાદળું,
વર્ષારાણીની રૂડી આગાહી વાદળું...

ધરતી ની મીઠી સોડમ મેહકાવે વાદળું, 
મનગમતાં મોરલા ટહુકાવે વાદળું...

છબછબીયાં ખાબોચિયે આનઆજ વાદળું, 
લાવે કાગળની નાવ વહેણમાં વાદળું..

તન મન તરબોળ કરી ભીંજવે વાદળું, 
સતાવે કાનુડો ને ભાન ભુલાવે વાદળું..

ગુંજન


ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતાની કેડી લઈશ...
દુનિયા લડે વાત-વાતમાં હવે તું રડી લઈશ....
*****************************************
શબ્દના અલંકારો ની શોભા છે ન્યારી...
સજ્જનતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી..
*****************************************
ઢાંકમાં તુ રૂપને શાને મેંદી ના રંગમાં...
પાગલ તુ પ્રેમના તો લાલ ચટક રંગમાં...
*****************************************
ઘુંઘટની આડે મીઠું એક શમણુ તું જોઈશ...
પાયલની ઝંકારે અનેરું નૃત્ય તું કરીશ...
*****************************************
આવી હાથે પાંખો તો જરા જરા ઉડી લઈશ..
દાદરા બનશે આકરા તો એસ્કલેટરે ચડી લઈશ...
----રેખા શુકલ 

કારણ કે હું નારી છું..!


ખુશી છું જોશ છું,
ઉભરાતી લાગણી ઉમંગ છું
....કારણ કે હું નારી છું..!
મા છું પત્ની છું,
લોહીમાં ભળેલો પ્રેમ છું
....કારણ કે હું નારી છું..!
અરમાન ભરેલા હ્રદયનો ઘબકાર છું,
 ને અસ્તિત્વનો પ્રભાવ છું
.....કારણ કે હું નારી છું..!
સ્પર્શે વર્ષોની પહેચાન છું,
 વરસાદનું ફોરુ ઝીણું ઝાકળબિંદુ છું
....કારણ કે હું નારી છું..!
કર્મે પ્રતિષ્ઠા ને ધર્મે પરંપરા છું,
શરમે પ્રતિમા છું
....કારણ કે હું નારી છું..!
પારસમણી છે તું,
પણ રંગીન સ્વપ્ન છું હું.
……કારણ કે હું નારી છું..! ...
----રેખા શુકલ 

અસ્તિત્વની પ્રતીતિ....!


અસ્તિત્વની પ્રતીતિ કરવા પ્રારંભ કરી લંઉ,
લઈ "મહેશ"નું નામ બસ આરંભ કરી લંઉ

કાવ્યપાનના ગુંજનનો સંકલ્પ કરી લંઉ,
જીવનમાં મેઘઘનુષ્યના રંગ ભરી લંઉ

સુકા રણમાં મળે એક મીઠો વીરડો તો પીંઉ
મીઠા તમારા બોલ માટે મારા પ્રાણ ધરી દંઉ

રેખા શુક્લ(શિકાગો)