ગુરુવાર, 22 ઑક્ટોબર, 2015

તરસ્યા દેશના અમે

પાનખરી વસંતની રંગોળી ખરી
તરફડી અનોખીની લાગણી ખરી
----રેખા શુક્લ
ક્ષણ હંફાવે યાદોને, છે સદીયોની પ્રતીક્ષા પાંખોમાં
તરસ્યા દેશના અમે બરફના પંખી વસીએ આંખોમાં
----રેખા શુક્લ 
પાંખે થી રે ઢસડ્યા 
આંખુમાં હા પલળ્યા
ભીંજી ને બહુ વરસ્યા
કેટકેટલું કહો તડપ્યા
ધબકી ને રે મલક્યા
અમે વીજુ માં ઝબક્યા
ભીનાશ થી રે છલક્યા
-----રેખા શુક્લ