મંગળવાર, 10 નવેમ્બર, 2015

निवाले

बस गई हैं बस्तीयां ये भी दिखावा है
आदमी की भीड में आदमी ही अकेला हैं
महेंगाईसे बाजार में थम गई उमंगे हैं
गमोंकी माला से सजा जिस्मी जनाजा हैं
निवाले की दिवाली अरे क्युं ये छलावा है
रूह में अगन और सिने मे तो हताशा है
----रेखा शुक्ला

તું સતાવે...


નીલગગન નું પંખેરૂ ભારતે ઉડ્યું આજે
ઝાંકળી ઝળહળતા ઉગી આંગણે આજે 

તુજ ની રજકણ સતાવે ક્ષણેક્ષણ આજે
અનુભવની કણકણ બોલે પળપળ આજે
----રેખા શુક્લ

પડાવ છે યાદો રૂઝાઇ, વ્યાકુળ પુરાણી જણાઈ
ભોળી રે લાગણી શાણી, પાણીમાં જઈ ઢળાઈ
----રેખા શુક્લ

થોડી અરજ

થોડી અરજ સમય થી ખમાતી નથી
બેડીઓ પગ પર ની ખોલાતી નથી

ઉમળકાના સ્પંદનો ને અશ્રુબુંદ કહ્યા
શ્વાસના ખૂણેખૂણે પળ ભીંજાતી નથી 

સુગંધીના કૂમળા પૂષ્પે વખાતી નથી
છે જગત જીગરમાં આગ સહાતી નથી
----રેખા શુક્લ