ગુરુવાર, 19 જૂન, 2014

અશ્રુ ઝાંકળે


ફુલોનું જે વ્હાલ આંખે કળી ગયા
આંખોના અશ્રુ ઝાંકળે ભળી ગયા
ભાષા પાંદડીની સુણી ફળી ગયા
આંસુની લીપીમાં ઝળહળી ગયા
સરહદોના બંધનો લો ઢળી ગયા
---રેખા શુક્લ

एक नारी एक म्रुगतॄष्णा.



पूछ कर क्या मिला...एकांत सहारा रहा
बचपनसे बुढापा तक क्रिश्न सहारा रहा
सिसकती उम्र अस्तित्व का सहारा रहा
नियति का जहर नकाब खामोश रहा !!
---रेखा शुक्ला

धोखा



अपनी अपनी हैं जिंदगी यहां........ धोखा
अपनी अपनी हैं रिधम यहां........ धोखा
शनिवार तेरे इन्तजारमें यादें उभरी धोखा
जख्म करे नुमाइश नजर यहां रहे धोखा
बिखरते अस्तित्व में हिम्मत भरे धोखा
खुलके उडे जुडे पुराने पन्ने रिश्ते धोखा
पीडा से आज फिर कविता जन्मी धोखा
---रेखा शुक्ला

ન ગૂંચવશો ....સપનાની પાંખે ઉડે તે તો દિકરી !!

તું જ શબ્દ માસુમને અર્થ તું અજાણ્યો સ્પર્શ...
ફરી ચાકડે ગોળ ફરો આવી ટેરવે આખર મળો....
હથેળીમાં સમાઈ રશ્મિ ભાનૂ એ ભળો...
સંબંધમાં ન ગૂંચવશો લાગણી છું--..
.......રેખા શુક્લ.

સપનાની પાંખે ઉડે તે તો દિકરી !!
ભોળી આંખે નીરખી વિદાય લે દિકરી
સહજ દુર ખ્વાબોમાં ખિલએ તે દિકરી
જીંદગી ગિરવે દર્દ લઈ પ્રેમ દે દિકરી
વિસરાઈ જાય તુંજ ઉદાસી મળે જો દિકરી
સંબંધોની હસ્તી છે વિસામો તે દિકરી
ડરપોકી ઝરણું વાળો તો વળે તે દિકરી
આંખો સજળે મપાતી હૈયે જો ને દિકરી
વાતવાતમાં ભીતર અડીલે આવી દિકરી
બંને ઘાટ મહેંકાવે મપાતી વહે દિકરી
---રેખા શુક્લ

રાધા નો કાન


બંસરીની વ્હાલુડી ધુને હસ્યો
ભાવુક ઘુંઘરીને છેડી મલક્યો
વરણાગી ચકરાવે ઘડુલો ચડ્યો
રાધા નો કાન હૈયે આવી વસ્યો
--રેખા શુક્લ

આદત છે ગરજ.....


આદત જુની છે સૂરજ
અદા સમજે છે રમૂજ
સારી ભરી તેતો સમજ
બતાવી દેતો તું ફરજ
કેટલી રાખવી ધીરજ
ખબર લાગે છે સહજ
ભરતા જ રહો કરજ 
આ તે કેવી છે ગરજ 
---રેખા શુક્લ

બેવફાઈ...ચશ્મા વાંચે છે

જિંદગી કરે છોને જરી બેવફાઈ
મૄત્યુ ફેરવી કરે જીવને સહાઈ
---રેખા શુક્લ



મરણ કરશે ધરી મૌન તેની મનમાની
ઝટપટ ભાગી છે બિલ્લી પગે જવાની
'સ્વ' થી મરણ સબકી એક બસ કહાની
આંખોના ચશ્મા વાંચે છે છાનીમાની !
---રેખા શુક્લ

સ્કુલ-શિક્ષક ને શિક્ષણ

મનની મુરાદે આખરે જનાજે ચડાવ્યો
લાગણી ની પેહચાને રોજ રડાવ્યો !!
---રેખા શુક્લ



રડું છું હા...જોઈને બધું
ક્યારનું દફ્તર 
બાળક બની ગયું
લો સ્કુલ-શિક્ષક ને શિક્ષણ
આગળ વધી ગયું !
----રેખા શુકલ

વ્હાલ નો મ્હોર




વેક અપ સિડ ભાનૂદય થઈ ગયો
રૂવે ઝાંકળ એમાં તરફડી ગયો
હ્રદયે કર્યો પુકાર મંદિરે ઘંટનાદ થયો
બા, લાગે છે તારો છોડ ઉગી ગયો
નાજુક નમણી વેલે વળગી રહ્યો
ફૂંટશે હવે કૂંપણ ને ફુલ કળી ગયો
વ્હાલ નો મ્હોર શું ફુંટી ફાલ્યો
જો જો કેવો થનગની રહ્યો !!!
-----રેખા શુક્લ