ઉડી ફર ફર ફૂલોની રંગીલી રંગોળી
મૂળિયાં થઈને ઉગી ફરી ગઈ રંગોળી
ઓ હેલો પતંગિયા ઉભું તો રે' જરાં
એના કેશ ની મહેંક સૂંધી લેને જરાં
અટકચાળો વાંકડિયા વાળે લટોમાં
ઉપરથી છેડતો છબીલો એક મૂંછાળો
લીંબુની ફાડ જેવી આંખુયે તાંકતો
મન લલચાવી મૂવો તન ને માંગતો
એક વાર સાવજ થૈ ફરતો નજરે ચડ્યો
દેવી કેમે ગાળુ ઇ અધરો ચૂમી ગયો
ખોંસી ગુલાબનું ફૂલ ચિતડું ચોરી ગયો
ચોળી મારી તંગતંગ અસવસ્થ ચોટી ગયો
આમને સામને દિલે રૂબરૂ જ થઈ ગયો
મુજને ચોરી મુજમાંથી લગોલગ થૈ ગયો
---- રેખા શુક્લ