બુધવાર, 5 ફેબ્રુઆરી, 2014

કેવો સંબંધ થઈ વરસાદ ભીંજવે !!


પાણી વિનાની તરફડતી રંગીન માછલી !!
પહેલા બની આદત પાણીની તો થઈ માછલી
આદત બની ગઈ જરૂરત સોચતી થઈ માછલી
વધ્યો સંસર્ગ પાણી થી જીવે જિંદગી માછલી !
---રેખા શુક્લ ૦૨/૦૪/૨૦૧૪

વરસાદ આવ્યો વર..સાદ લઈ ના ધરાયો
બુડબુડ ભરાયો ઘડુલો ત્યારે જઈ ધરાયો
--રેખા શુક્લ

બરફઉષ્મા થઈ રોયું વાદળે થી...ઠરેલા માનવી પર આંસુ ..જાણે બરફ નું ફુલ ચઢે !! 
ને ચણોઠીના ઢલગે વળગી હસ્તા હસ્તા રડે બચપણ અડી અડી !!
-રેખા શુક્લ


વવાઈ ગયો લાગે છે બરફ વરસો થી જમીને
છવાઈ ગયો ફરી છે બરફ વરસોની જમીને !
અહી ફૂલ બરફ...માળો બરફ...માનવી ને
જ્યાં જુઓ ત્યાં ચાદર મળે સફેદ જમીને !
ક્યાં થી લણું બરફ પાકો પડતો રહે જમીને
સુકી ડાળો સુકા વૃક્ષો ઠંડાગાર ઉભા જમીને
----રેખા શુક્લ ૦૨/૦૪/૨૦૧