બુધવાર, 10 ઑગસ્ટ, 2016

વરદાન


સાંભળી તુજ ની વાતો
તુ જ રહે રે મુજમાં 
તો ય ટાંકણે ટિચાણો
પથ્થર બની  મુજમાં
કહે છે અબળા મુજને
ને પાંગણો તું ભીંતમાં
ચણાયો જડાયો પૂજાણો
ઠોકરે ચડાવી મુજને તુજમાં
પોકાર મારી સાંભળજે 
વિનંતી કરું અરજ તુજ માં
આસ્થા કુંવારિકા ની તુજ માં 
ધરું પુષ્પક કાયાનું ચરણમાં
----રેખા શુક્લ